Connect Gujarat
સ્પોર્ટ્સ

INDvsZIM: ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે ત્રીજી વન-ડેમાં ભારતનો 13 રને રોમાંચક વિજય

ભારતે ઝિમ્બાબ્વે સામેની ODI સિરીઝની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને 13 રને હરાવ્યું

INDvsZIM: ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે ત્રીજી વન-ડેમાં ભારતનો 13 રને રોમાંચક વિજય
X

ભારતે ઝિમ્બાબ્વે સામેની ODI સિરીઝની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને 13 રને હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝ 3-0થી કબજે કરી લીધી છે. ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 289 રન બનાવ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલે સદી ફટકારી હતી. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 276 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ સદી ફટકારી હતી.

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વે ટીમ માટે સિકંદર રઝાએ જોરદાર ઇનિંગ રમી હતી. તેણે સદી ફટકારી હતી. સિકંદરે 95 બોલમાં 115 રન બનાવ્યા હતા. સીન વિલિયમ્સે 45 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 46 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર ખેલાડી ઈનોસન્ટ માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે કૈટાનોએ 13 રનનું યોગદાન આપ્યું હતું. રાયન બર્લે પણ બહુ કંઈ કરી શક્યો ન હતો. તે 8 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેડ ઇવાન્સે 37 બોલમાં 28 રન બનાવ્યા હતા.

Next Story