Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022: રાહુલ તેવટિયાએ છેલ્લા બે બોલ પર સિક્સ ફટકારી ગુજરાત ટાઈટન્સને શાનદાર જીત અપાવી

IPL 2022: રાહુલ તેવટિયાએ છેલ્લા બે બોલ પર સિક્સ ફટકારી ગુજરાત ટાઈટન્સને શાનદાર જીત અપાવી
X

IPL 2022માં શુક્રવારે ટૂર્નામેન્ટની સૌથી રોમાંચક મેચ રમવામાં આવી.મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સ સામે 190 રનનો ટાર્ગેટ મૂક્યો હતો અને ટીમને મેચ જીતવા આખરી બે બોલમાં 12 રન જોઈતા હતા. એટલે કે બે બોલમાં બે સિક્સ ફટકારવાની હતી અને થયુ પણ કઈક એવું જ. રાહુલ તેવટિયાએ આવીને ઝંઝાવતી ઉપરાછાપરી 2 છગ્ગા લગાવીને ટીમને એક અશક્ય લાગતી જીત અપાવી હતી.

તેવટિયાએ ગુજરાત માટે મેચ જીતવા માટે શાનદાર ઇનિંગ રમ્યા બાદ કહ્યું, 'જ્યારે તમે આ રીતે જીતો છો ત્યારે ખૂબ જ સારું લાગે છે. મારી પાસે વિચારવા જેવું બહુ નહોતું પરંતુ હું જાણતો હતો કે મારે મેદાનમાં જઈને સિક્સ ફટકારવાની છે. સ્મિથે પ્રથમ બોલ ઓફ-સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. એટલા માટે મેં પહેલેથી જ પ્લાન કરી લીધો હતો કે મારે કયો શોટ રમવાનો છે. ડ્રેસિંગ રૂમ ખરેખર ખૂબ જ શાંત છે. આશુભાઈ (નેહરા), ગેરી કર્સ્ટન અને સપોર્ટ સ્ટાફે ખરેખર સારું કામ કર્યું છે. અમને ફક્ત યોજનાઓને સારી રીતે અમલમાં મૂકવા અને તેને સારી રીતે બેકઅપ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિઝનમાં રાહુલ તેવટિયાએ ગુજરાતને 3 મેચમાં બીજી વખત જીત અપાવી હતી. તેવટિયાએ લખનઉ સામે 24 બોલમાં અણનમ 40 રન ફટકારીને ગુજરાતને IPL ઈતિહાસમાં પ્રથમ જીત અપાવી હતી. પંજાબ સામેની આ મેચમાં પણ તેણે માત્ર 3 બોલમાં અણનમ 13 રન ફટકારીને યાદગાર ઇનિંગ રમી હતી.

Next Story