Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022 : દિલ્હી-મુંબઈ મેચમાં RCB-RCBના લાગ્યા નારા, વિડિયો થયો વાયરલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC)નું પ્લેઓફમાં જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

IPL 2022 : દિલ્હી-મુંબઈ મેચમાં RCB-RCBના લાગ્યા નારા, વિડિયો થયો વાયરલ
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC)નું પ્લેઓફમાં જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. શનિવારે તેને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના હાથે 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દિલ્હી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ઘણી મહત્વની હતી. દિલ્હીને પ્લેઓફ માટે જીતની જરૂર હતી પરંતુ તેની હાર પર RCBને પ્લેઓફની ટિકિટ લેવી પડી હતી. આ જ કારણ હતું કે દિલ્હી-મુંબઈની આ મેચમાં ચાહકોએ જોરથી RCB-RCBના નારા લગાવ્યા હતા.

પરંતુ એક ઘટના ત્યારે બની જ્યારે મુંબઈની ટીમની ઈનિંગની 18મી ઓવર શરૂ થવા જઈ રહી હતી. આ દરમિયાન ચાહકોએ જોરથી RCB-RCBના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આનો વીડિયો પણ દર્શકોની વચ્ચે બેઠેલા એક ચાહકે બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.

Next Story