Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022: રોમાંચક એલિમિનેટરમાં RCBની 14 રને જીત, લખનૌ સુપર જાયન્ટ્સ ટુર્નામેન્ટમાંથી બહાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL 2022 ની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 14 રનથી હરાવ્યું.

IPL 2022: રોમાંચક એલિમિનેટરમાં RCBની 14 રને જીત, લખનૌ સુપર જાયન્ટ્સ ટુર્નામેન્ટમાંથી બહાર
X

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL 2022 ની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 14 રનથી હરાવ્યું. આ સાથે RCB ક્વોલિફાયર-2માં પહોંચી ગયું છે જ્યાં તે રાજસ્થાન રોયલ્સ સાથે ટકરાશે. પહેલીવાર આઈપીએલ રમી લખનૌ સુપર જાયન્ટ્સનું ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું અને તે ચોથા નંબર પર રહી.

પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 207 રન બનાવ્યા જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સ 193 રન જ બનાવી શકી. એક સમયે એવું લાગતું હતું કે લખનૌ આ લક્ષ્યાંક હાંસલ કરી શકશે. પરંતુ સતત વિકેટો પડવાથી લખનૌ વાપસી કરી શક્યું નહીં અને મેચ હારી ગયું.

લખનૌ સુપર જાયન્ટ્સને છેલ્લી ત્રણ ઓવરમાં 41 રનની જરૂર હતી. હર્ષલ પટેલે 18મી ઓવરમાં બોલિંગ કરી અને આ ઓવરમાં માત્ર 8 રન આપીને એક વિકેટ લીધી. 19મી ઓવરમાં RCBના જોશ હેઝલવુડ બોલિંગ કરવા આવ્યા અહીં લખનૌને 33 રનની જરૂર હતી. જોશ હેઝલવુડે અહીં માત્ર 9 રન આપ્યા અને બે વિકેટ લીધી. જ્યારે છેલ્લી ઓવરનો વારો આવ્યો ત્યારે લખનૌ તરફથી ઈવાન લુઈસ અને ચમીરા ક્રિઝ પર હતા. જ્યારે હર્ષલ પટેલે બેંગલુરુ માટે બોલિંગ સંભાળી હતી, લખનૌને છેલ્લી ઓવરમાં 24 રનની જરૂર હતી. પરંતુ તે માત્ર 9 રન બનાવી શકી અને આ સાથે બેંગલુરુ 14 રને જીતી ગયું.

Next Story