IPL ફાઇનલ: મોદી સ્ટેડિયમમાં કરાશે ઓપરેશન સિંદૂરની ઉજવણી, સેનાના સન્માન માટે BCCIની ખાસ તૈયારી

આ વખતે IPLની કલોઝિંગ સેરેમની ખાસ રહેવાની છે. કલોઝિંગ સેરેમનીમાં BCCI એ ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરવા માટે અને સેનાની બહાદુરીને સલામ કરવા માટે ખાસ તૈયારી કરી છે

New Update
BCCI

આ વખતે IPLની કલોઝિંગ સેરેમની ખાસ રહેવાની છે. કલોઝિંગ સેરેમનીમાં BCCI એ ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરવા માટે અને સેનાની બહાદુરીને સલામ કરવા માટે ખાસ તૈયારી કરી છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2025 ની ફાઇનલ મેચ દરમિયાન ભારતીય સેનાને વિશેષ સન્માન આપવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કલોઝિંગ સેરેમનીમાં યોજાશે.  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિંદૂરની સફળતા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે. 

BCCIએ આ ઓપરેશન સિંદૂરની સફળતાને આઈપીએલના પ્લેટફોર્મ પર ઉજવવાનું નક્કી કર્યું છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આ અંગે જણાવ્યું હતું કે, 'આ વખતે કલોઝિંગ સેરેમની સંપૂર્ણપણે ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત રહેશે.

આ માટે સેના, નેવી અને એરફોર્સના વડાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને સેવાને સલામ કરીએ છીએ. તેથી જ અમે આ સેરેમની સંપૂર્ણપણે તેમને સમર્પિત કરવાનું નક્કી કર્યું છે.'

ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ થયું. તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાન અને પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નષ્ટ કરવાનો હતો.

આ કાર્યવાહી એપ્રિલ 2025 માં પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદ સામે દેશનું રક્ષણ કરવામાં ઓપરેશન સિંદૂરએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Latest Stories