રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી સ્કૂલમાં નોકરી કરતી નફીસા અટારી નામની શિક્ષિકાને રવિવારે ટી-20 મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીત બાબતે જશ્ન મનાવ્યા બાદ તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવી છે. શિક્ષિકા નફિસા અટારી રાજસ્થાનના ઉદયપુરમાં નીરજા મોદી સ્કૂલમાં નોકરી કરતી હતી. તેણે પાકિસ્તાન સામે ભારતની હાર બાબતે ખુશી વ્યક્ત કરતાં વ્હોટ્સએપ પર એક સ્ટેટસ મૂક્યું હતું. રવિવારે ભારત પાકિસ્તાનની મેચમાં ભારતની હાર બાદ ઉદયપુરની એક સ્કૂલની શિક્ષિકાએ ખુશી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, એક ખાનગી સ્કૂલના ટીચરે પાકિસ્તાને મેચ જીત્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓના ફોટા સાથે વ્હોટ્સએપ પર 'we - won' અને 'આપણે જીતી ગયા' જેવું સ્ટેટસ પણ અપલોડ કર્યું હતું. નફિસાએ વ્હોટ્સએપ દ્વારા પાકિસ્તાની ખેલાડીઓની તસવીર સાથે 'વી વોન'નો ઉલ્લેખ કરતાં ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે એક વ્યક્તિએ શિક્ષિકાને પૂછ્યું કે શું તમે પાકિસ્તાનનું સમર્થન કરો છો, ત્યારે નફીસાએ હા કહેતા જવાબ આપ્યો હતો. વ્હોટ્સએપ પર શિક્ષિકાના સ્ટેટસનો સ્ક્રીન શૉટ વાઇરલ થયા બાદ, શાળા-સંચાલકે શિક્ષિકાને નોકરી પરથી કાઢી મૂક્યાં હતાં.
રાજસ્થાન: પાકિસ્તાનની જીત પર શિક્ષિકાએ વોટ્સએપ સ્ટેટ્સ મૂક્યું "we won", પછી શું થયું વાંચો
શિક્ષિકાને પૂછ્યું કે શું તમે પાકિસ્તાનનું સમર્થન કરો છો નફીસાએ હા કહેતા શાળાસંચાલકે શિક્ષિકાને નોકરી પરથી કાઢી મૂક્યાં
New Update
Latest Stories