Connect Gujarat
સ્પોર્ટ્સ

સુરેશ રૈનાએ સંપૂર્ણપણે લીધો ક્રિકેટથી સંન્યાસ, IPLમાં પણ નજરે નહીં પડે

લેફ્ટ હેન્ડ બેટ્સમેન સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020નાં રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી છે.

સુરેશ રૈનાએ સંપૂર્ણપણે લીધો ક્રિકેટથી સંન્યાસ, IPLમાં પણ નજરે નહીં પડે
X

લેફ્ટ હેન્ડ બેટ્સમેન સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020નાં રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી છે. તેમના એલાન કર્યાની થોડી જ મીનીટો પહેલા એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જોકે, બંને દિગ્ગજ આઈપીએલ અને ઘરેલૂ ક્રિકેટ માટે ઉપલબ્ધ હતા, પણ હવે સુરેશ રૈનાએ આ વાતનું એલાન કર્યું છે કે તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ સાથે સંબંધિત કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે. રીપોર્ટસ અનુસાર, સુરેશ રૈનાએ બીસીસીઆઈ અને ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસીએશન એટલે કે યૂપીસીએનાં અધિકારીઓને આ વાતની જાણકારી આપી છે કે તેઓ ભારતીય ક્રિકેટમાં નહીં રમે. જોકે તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ વિદેશી લીગ રમી શકે છે તેની શરૂઆત તેઓ રોડ સેફટી વર્લ્ડ સીરીઝ સાથે કરશે. સુરેશ રૈનાને આઈપીએલ મેગા ઓક્શનમાં કોઈપણ ટીમે ખરીદ્યા ન હતા. સુરેશ રૈના બીસીસીઆઈ દ્વારા એનઓસી પ્રાપ્ત કર્યા બાદ દેશ અને વિદેશની અલગ અલગ લીગસમાં રમવા માટે ઉપલબ્ધ હશે. આ પહેલા યુવરાજ સિંહ વિદેશી લીગ રમી ચુક્યા છે અને તેઓ તે દેશમાં આયોજિત થતી લીગ્સમાં પણ ભાગ લઇ ચુક્યા છે. સુરેશ રૈનાએ જણાવ્યું કે તેમણે યૂપીસીએ પાસેથી એનઓસી લીધું છે અને આ જાણકારી બીસીસીઆઈનાં સચિવ જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને આપી દીધી છે.

Next Story