Connect Gujarat
સ્પોર્ટ્સ

ક્રિકેટ ટી - 20 વિશ્વ કપ 17 ઓક્ટોબરથી દુબઇ અને ઓમાનમાં રમાશે

આઇસીસીની મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટમાની એક ગણાતી ટી20 વર્લ્ડકપને લઇને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. આઇસીસીએ પુરુષ ક્રિકેટ ટી20 વર્લ્ડકપ 2021ની તારીખોની જાહેરાત કરી દીધી છે.

ક્રિકેટ ટી - 20 વિશ્વ કપ 17 ઓક્ટોબરથી દુબઇ અને ઓમાનમાં રમાશે
X

આઇસીસીની મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટમાની એક ગણાતી ટી20 વર્લ્ડકપને લઇને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. આઇસીસીએ પુરુષ ક્રિકેટ ટી20 વર્લ્ડકપ 2021ની તારીખોની જાહેરાત કરી દીધી છે. પુરુષ ક્રિકેટનો મહાકુંભ ટી20 વર્લ્ડકપ 2021 આગામી 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં આયોજિત કરવામાં આવશે, આ વર્લ્ડકપ પહેલા ભારતમાં રમાવવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે બીસીસીઆઇએ વેન્યૂ શિફ્ટ કરીને યુએઇ અને ઓમાનમાં રમાડવાનો તખ્તો તૈયાર કર્યો હતો, જેને આઇસીસીએ માન્ય રાખીને ઇવેન્ટ પર મહોર મારી હતી. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે આ વાતની પહેલાથી જ જાણકારી આપી દીધી હતી. ખાસ વાત છે કે આ આયોજનમાં ભારતીય ક્રિકેટ બોર્ડ -બીસીસીસીઆઇ યજમાન બનેલુ જ રહેશે.

આઇસીસી અનુસાર, ટી20 વર્લ્ડકપની તમામ મેચોનુ આયોજન યુએઇ અને ઓમાનના 4 સ્ટેડિયમમાં કરવામાં આવશે. આમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનુ શેખ જાયેદ સ્ટેડિયમ, શારજહાં સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે.

Next Story