Connect Gujarat
સ્પોર્ટ્સ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ ODI ક્રિકેટમાં બેટ્સમેનોની નવીનતમ રેન્કિંગ કરી જાહેર

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ ODI ક્રિકેટમાં બેટ્સમેનોની નવીનતમ રેન્કિંગ કરી જાહેર
X

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ODI ક્રિકેટમાં બેટ્સમેનોની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. ભારતીય ઓપનર શુભમન ગિલે બુધવારે જાહેર કરવામાં આવેલ બેટ્સમેનોની તાજેતરની ODI રેન્કિંગમાં કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બીજું સ્થાન હાંસલ કર્યું છે. તેના સિવાય બે વધુ ભારતીય બેટ્સમેન ટોપ-10માં સામેલ છે.

જાન્યુઆરી 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે ત્રણ ભારતીય બેટ્સમેન ODI રેન્કિંગની ટોપ-10 યાદીમાં સામેલ થયા છે. શુભમન ગિલ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ટોપ-10 રેન્કિંગમાં સામેલ છે. ગિલે એશિયા કપમાં પાકિસ્તાન સામે કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. તેણે 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને લેટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે. રોહિત શર્માએ એશિયા કપની છેલ્લી મેચમાં શ્રીલંકા સામે અડધી સદી ફટકારી હતી, જેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સતત ત્રણ અડધી સદી ફટકારી છે અને તે 9માં સ્થાને છે. જ્યારે વિરાટ કોહલીને પાકિસ્તાન સામે તેની અણનમ 122 રનની ઇનિંગનો ફાયદો મળ્યો છે અને રેન્કિંગમાં 8મા સ્થાને છે.

ICC મેન્સ વનડે વર્લ્ડ કપ શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને પાકિસ્તાનના પણ ટોપ-10માં ત્રણ બેટ્સમેન છે. કેપ્ટન બાબર આઝમ ટોચ પર છે અને ગિલ કરતાં 100 થી વધુ રેટિંગ પોઈન્ટ્સની લીડ ધરાવે છે જ્યારે ઈમામ-ઉલ-હક અને ફખર ઝમાન અનુક્રમે પાંચમા અને 10મા સ્થાને છે.

Next Story