Connect Gujarat
સ્પોર્ટ્સ

અનસોલ્ડ રહેલ Mr. IPL સુરેશ રૈનાને માલદીવમાં મળ્યો ખાસ એવોર્ડ.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે આઈપીએલ અલગ હશે.

અનસોલ્ડ રહેલ Mr. IPL સુરેશ રૈનાને માલદીવમાં મળ્યો ખાસ એવોર્ડ.
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે આઈપીએલ અલગ હશે. કારણ કે આ સિઝનમાં ચાહકોને મિસ્ટર આઈપીએલ એટલે કે સુરેશ રૈનાનો જલવો જોવા નહીં મળે. સુરેશ રૈનાને આ વખતે હરાજીમાં કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. પરંતુ એક તરફ જ્યાં IPL ઓક્શનમાં સુરેશ રૈના વેચાયા વગરના રહ્યા તો બીજી તરફ માલદીવ સરકાર દ્વારા તેને ખાસ એવોર્ડ આપવામાં આવ્યો છે. સુરેશ રૈનાને માલદીવ સરકાર દ્વારા 2022 માટે સ્પોર્ટ્સ આઇકોન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સુરેશ રૈનાને આ કેટેગરીમાં અન્ય 16 ખેલાડીઓ સાથે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેમાં રિયલ મેડ્રિડના ફૂટબોલર રોબર્ટો કાર્લોસ, જમૈકાના દોડવીર અસાફા પોવેલ, શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા અને અન્ય ઘણા મોટા દિગ્ગજ લોકો સામેલ થયા હતા. સુરેશ રૈનાને શનિવારે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો જે દરમિયાન બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા, માલદીવના ઘણા મંત્રીઓ, અધિકારીઓ અને અન્ય લોકો હાજર રહ્યા હતા. આ ઈવેન્ટનું નેતૃત્વ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સાલેહે કર્યું હતું.

Next Story