Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયા કપ પહેલા વિરાટ કોહલીએ MS Dhoniને કર્યા યાદ, ફેન્સે કહ્યું- તમે નિવૃત્તિ લઈ રહ્યા છો શું?

ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં યુએઈમાં છે અને તેની સામે એશિયા કપ 2022 છે. આ ટુર્નામેન્ટ શનિવાર (27 ઓગસ્ટ)થી શરૂ થવા જઈ રહી છે.

એશિયા કપ પહેલા વિરાટ કોહલીએ MS Dhoniને કર્યા યાદ, ફેન્સે કહ્યું- તમે નિવૃત્તિ લઈ રહ્યા છો શું?
X

ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં યુએઈમાં છે અને તેની સામે એશિયા કપ 2022 છે. આ ટુર્નામેન્ટ શનિવાર (27 ઓગસ્ટ)થી શરૂ થવા જઈ રહી છે. બીજા દિવસે ભારતીય ટીમની મેચ છે. તેણે પાકિસ્તાન સામે મેચ રમવાની છે. આ ટૂર્નામેન્ટમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાનું જૂનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવવા માંગશે. પરંતુ ટૂર્નામેન્ટ શરૂ કરતા પહેલા કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને યાદ કરવાનું શરૂ કરી દીધું છે.

કોહલીએ ધોની સાથેનો એક ફોટો શેર કર્યો હતો. જેની સાથે તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી. આના પર ફેન્સે ફની કમેન્ટ્સ પણ કરી છે. કોહલીએ શેર કરેલા ફોટામાં ધોનીનો ચહેરો દેખાતો નથી. પરંતુ તેની ટી-શર્ટ પર લખેલો નંબર '7' ચોક્કસ દેખાઈ રહ્યો છે. કોહલીએ પોસ્ટમાં આ નંબરનો પણ ઉલ્લેખ કર્યો છે. કોહલીએ પોસ્ટમાં લખ્યું, 'આ માણસનો વિશ્વાસપાત્ર ડેપ્યુટી (વાઈસ કેપ્ટન) બનવું સૌથી આનંદદાયક હતું. તે મારી કારકિર્દીનો સૌથી રોમાંચક સમય હતો. અમારી ભાગીદારી હંમેશા મારા માટે ખાસ રહેશે. 7+18' ખરેખર, ધોનીની જર્સી નંબર-7 છે અને કોહલીની જર્સી નંબર-18 છે. એટલા માટે કોહલીએ આ નંબરનો ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- મને લાગ્યું કે આ એક રિટાયરમેન્ટ પોસ્ટ છે.

Next Story