Connect Gujarat
સ્પોર્ટ્સ

સર જાડેજાએ મેન ઓફ ધી મેચ એવોર્ડ બાદ જે કર્યું,ફેન્સ બોલી ઉઠ્યા વાહ

સર જાડેજાએ મેન ઓફ ધી મેચ એવોર્ડ બાદ જે કર્યું,ફેન્સ બોલી ઉઠ્યા વાહ
X

આઇપીએલ 2021ના બીજા તબક્કામાં ચેન્નઇ સુપર કિંગ્સની જીતનો સિલસિલો યથાવત છે. ધોનીની ટીમ સતત ત્રણ મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. દરેક મેચ બાદ ટીમ માટે કોઇને કોઇ નવો ખેલાડી મેચ વિનર બનીને સામે આવે છે. પ્રથમ મેચમાં ઋતુરાજ ગાયકવાડ અને ડ્વેન બ્રાવોએ ટીમને જીત અપાવી તો બીજી મેચમાં શીર્ષ ચાર બેટ્સમેનોએ સારી ઇનિંગ રમી ટીમને જીત અપાવી. રિવાવારે કોલકાતા નાઇટરાઇડર્સ વિરૂદ્ધ રમાયેલ મેચમાં રવિન્દ્ર જાડેજા હીરો બન્યો છે. તેણે પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં માત્ર 5 બોલમાં તાબડતોડ 21 રન બનાવીને ચેન્નઇની ત્રીજી જીત અપાવી હતી.

બેટની સાથે-સાથે તેણે આ મુકાબલામાં બોલિંગથી પણ સારૂ પ્રદર્શન કર્યું હતું અને 4 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ પ્રદર્શનના કારણે જ જાડેજાને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો.સીએસકેના હીરો જાડેજાએ મેચ બાદ જે કામ કર્યું, તે તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યું છે. રવિવારે ઇન્ટરનેશનલ ડૉટર્સ ડે હતો. આવામાં ધોનીના આ ખાસ સિપાહીએ પોતાનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ પોતાની દીકરીને સમર્પિત કર્યો હતો. આ સાથે જોડાયેલી તેની એક તસવીર સીએસકે એ પોતાના આધિકારિક ટ્વીટર હેન્ડર પર શેર કરી છે. આ તસવીરમાં જાડેજા પોતાની દીકરી નિરાધ્યાની સાથે નજર આવી રહ્યો છે. પરંતુ બંન્ને વચ્ચે એક કાચની દીવાલ છે.આ તસવીર સાથે હૃદયસ્પર્શી કેપ્શન પણ લખેલુ છે, તેણે લખ્યું- આ વાળુ તમારા માટે આરાધ્યા. જાડેજાએ 19મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં 2 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારતા 21 રન બનાવી નાંખ્યા હતા. અહિંથી જ આખી મેચ પલટાઇ ગઇ હતી.

જાડેજાએ મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા બાદ કહ્યું હતું કે, આ મુશ્કેલ છે. તમે પાંચ મહિનાથી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છો અને અચાનક તમારે સીમિત ઓવરોની મેચ રમાવી પડે. તે મુશ્કેલ હતું. નેટ્સમાં પણ હું બેટિંગ કરી રહ્યો હતો, માટે હું વિચારી રહ્યો હતો કે મેં નેટ્સમાં જે પણ કર્યું છે,તેને જ મેચમાં કરૂ. છેલ્લી ઓવરમાં મને જે રન મળ્યા તે વિકેટથી વધારે મહત્ત્વના હતા,કારણ કે અમારા માટે તે મેચ જીતાવનારા સાબિત થયા.

Next Story