Connect Gujarat
સ્પોર્ટ્સ

શું વિરાટ કોહલી ટેસ્ટ ટિમની કેપ્ટનશીપ પણ ગુમાવશે ? વાંચો કોણ બની શકે છે કેપ્ટન

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી જીતવાનું ભારતનું સપનુ ચકનાચૂર થઇ ગયુ છે.

શું વિરાટ કોહલી ટેસ્ટ ટિમની કેપ્ટનશીપ પણ ગુમાવશે ? વાંચો કોણ બની શકે છે કેપ્ટન
X

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી જીતવાનું ભારતનું સપનુ ચકનાચૂર થઇ ગયુ છે. જેને લઇને વધુ એકવાર વિરાટ કોહલીની મુશ્કેલીમાં વધારો થયો છે. અગાઉ બીસીસીઆઇએ વિરાટને વનડેની કેપ્ટનશીપથી હટાવી દીધો હતો, જ્યારે તેણે પોતે ટી-20ની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારે હવે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ વિરાટની ટેસ્ટ કેપ્ટનશિપ પર ખતરો મંડરાઇ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીનો ખરાબ સમય સમાપ્ત થઈ રહ્યો નથી. એક તરફ વિરાટ છેલ્લા બે વર્ષથી બેટથી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે ત્યારે હવે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવામાં પણ નિષ્ફળતા મળી છે. તેવામાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલીની ટેસ્ટ કેપ્ટનશિપ પણ જોખમમાં છે. આ પદ માટે સૌથી મોટા દાવેદાર રોહિત શર્મા બની શકે છે. પરંતુ BCCI દરેક ફોર્મેટ માટે અલગ કેપ્ટન ઈચ્છે છે અને આવી સ્થિતિમાં વિરાટની જગ્યાએ 29 વર્ષીય કેએલ રાહુલને આગામી કેપ્ટન બનાવવામાં આવી શકે છે. રાહુલે હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું. રાહુલ મુશ્કેલીઓથી ડરતો નથી અને સાથે સાથે કેપ્ટન્સી પણ તેની બેટિંગ પર અસર કરતી નથી. વિરાટની ગેરહાજરીમાં કેએલ રાહુલે જે રીતે કેપ્ટનશીપ કરી, તેણે બધાના દિલ જીતી લીધા હતા. રોહિતના ODI શ્રેણીમાંથી બહાર થયા પછી, BCCIએ કેએલ રાહુલને કેપ્ટન્સી સોંપી અને સ્પષ્ટ કર્યું કે તે પણ કેપ્ટનશિપ કરી શકે છે. કેપ્ટન્સી માટે બીજો દાવેદાર રોહિત પણ છે. પરંતુ રોહિત શર્માને કેપ્ટન્સી બીસીસીઆઇ સોંપશે નહી કારણ કે કારણ કે રોહિતની ઉંમર હાલ 34 વર્ષની છે. આ ઉંમર સુધીમાં, મોટાભાગના ખેલાડીઓ રમતમાંથી નિવૃત્તિ લેવાની યોજના બનાવે છે. આવી સ્થિતિમાં, રોહિત લાંબા સમય સુધી કેપ્ટનશીપ સંભાળી શકશે નહીં અને બોર્ડ તેને સોંપવાનું જોખમ લેવા માંગશે નહીં. જો કે બીસીસીઆઈએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે બાકીના બોર્ડની જેમ અલગ ફોર્મેટનો એક અલગ કેપ્ટન ઈચ્છે છે.

Next Story