Connect Gujarat
Featured

એક દિવસ માટે આ રાજ્યની CM બનશે સૃષ્ટિ ગોસ્વામી

એક દિવસ માટે આ રાજ્યની CM બનશે સૃષ્ટિ ગોસ્વામી
X

એક દિવસ માટે મુખ્યમંત્રીની વાત થાય તો યાદ આવે અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ નાયકની ત્યારે આવું જ કઈ હકીકતમાં થવા જઈ રહ્યું છે. 19 વર્ષની સૃષ્ટિ ગોસ્વામી ઉત્તરાખંડ રાજ્યની મુખ્યમંત્રી બનવા જઈ રહી છે.

24 જાન્યુઆરીએ નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે ના દિવસે મૂળ હરિદ્વારની સૃષ્ટિ ગોસ્વામી ઉત્તરાખંડ રાજ્યની મુખ્ય પ્રધાન બનશે. ઉત્તરાખંડના ગેરસૈણથી સૃષ્ટિ શાસન કરશે અને ત્રિવેન્દ્રસિંહ રાવત સરકારની તમામ યોજનાઓની સમીક્ષા કરશે. આ યોજનાઓમાં અટલ આયુષ્માન યોજના, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, પર્યટન વિભાગની હોમસ્ટેય યોજના અને અન્ય વિકાસ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

યોજનાઓની સમીક્ષા કરતા પહેલા સૃષ્ટિ સીએમ ઓફિસની કામગીરી પર ધ્યાન આપશે. આ સમયગાળા દરમિયાન ઉત્તરાખંડ સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમની યોજનાઓ પર પાંચ મિનિટ રજૂઆત કરશે. કાર્યક્રમમાં તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીની ખાતરી કરવા માટે ઉત્તરાખંડ બાળ અધિકાર સંરક્ષણ પંચે મુખ્ય સચિવને એક પત્ર લખ્યો છે. આયોગના અધ્યક્ષ ઉષા નેગીએ જણાવ્યું છે કે રાજ્યના વિધાનસભા ભવનમાં કાર્યક્રમ બપોરે 12 થી 3 દરમિયાન યોજાશે. તેમજ બાળ વિધાનસભાની રચના કરી છે.

સૃષ્ટિ ગોસ્વામી હાલમાં ઉત્તરાખંડની બાળ વિધાનસભાના મુખ્યમંત્રી છે. તે હરિદ્વાર જિલ્લાના દોલતપુર ગામની છે. તેના પિતા પ્રવીણ ઉદ્યોગપતિ છે અને માતા સુધા ગોસ્વામી ગૃહિણી છે.

ગોસ્વામી બીએસએમ પીજી કોલેજ રૂડકીમાં બીએસસી એગ્રિકલ્ચરની સાતમા સેમેસ્ટરની વિદ્યાર્થી છે. તાજેતરમાં, તેણે આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડે પર ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

Next Story