Connect Gujarat
ગુજરાત

કામરેજમાં પતિએ શિક્ષિકા પત્ની સાથે દહેજમાં કરી કંઇક આવી માંગણી !

કામરેજમાં પતિએ શિક્ષિકા પત્ની સાથે દહેજમાં કરી કંઇક આવી માંગણી !
X

પતિ દહેજ પેટે ફ્લેટની માંગણી કરતો હતો. તે સિવાય ફોન કરી છોકરાઓને ઉઠાવી જવાની ધમકી આપતો હતો

કામરેજના કઠોરમાં સોનીવાડ ખાતે રહેતી મુસ્લિમ પરિણીતા (શિક્ષિકા)ને પતિ દ્વારા માનસિક-શારીરિક ત્રાસ આપતા મામલો કામરેજ પોલીસ મથકે પહોંચતા ચકચાર મચી ગઇ હતી.

કઠોરના સોનીવાડ ગોલ્ડન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી મહેજબીન ઇસ્માઇલ પઠાણ (ઉં.વ. ૩૧) કામરેજના વેલંજા ગામે મેટ્રીક્સ ગ્લોબલ સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવે છે. ૨૦૦૭માં ઇસ્માઇલ બશીર પઠાણ સાથે સમાજના રીતિ-રિવાજ મુજબ મહેજબીનના લગ્ન થયા હતા. ઇસ્માઇલ થ્રી વ્હિલનો છકડો ભાડે ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હોય, બન્નેને લગ્ન સંબંધમાં બે સંતાનોની માતા મહેજબીનને આજથી ૬ વર્ષ પહેલા મામૂલી ઝઘડા બાબતે ઇસ્માઇલે ઇસ્લામ ધર્મ મુજબ મહેજબીનને તલાક આપી દીધા હતા.

છૂટાછેડા બાદ સરસામાન લઇ પોતાના પિયર વલસાડ ખાતે સંતાનો સાથે રહીને નોકરી કરતી હતી. ત્યારે ગત તા. ૪-૨૦૧૮ના રોજ ઇસ્માઇલ પરિણીતાના ઘરે પહોંચી છોકરાઓના ભવિષ્યની દુહાઇ આપી સમજાવી ફોસલાવીને મહેજબીનને સાયણ ખાતે લઇ આવી પોતાની બહેનના ખાલી ઘરે પત્ની સહિત સંતાનોને એકલા મૂકી ઇસ્માઇલ હાસોટ જતો રહ્યો હતો.

દસ પંદર દિવસ પછી અવરનવર આવી પૈસાની માંગણી કરી ગાળ ગલોચ કરતો હતો. તેમજ દહેજ પેટે ફ્લેટની માંગણી કરતો હતો. તે સિવાય ફોન કરી છોકરાઓને ઉઠાવી જવાની ધમકી આપતો હતો. જો કે ગત તા. ૨૭-૦૭-૨૦૧૮ના રોજ પતિ ઇસ્માઇલે તમામ હદ પાર કરી મહેજબીનની સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિત સ્કૂલ કર્મીઓની હાજરીમાં ગાળા ગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા અંતે રોજિંદા ત્રાસથી કંટાળી મુસ્લિમ પરિણીતાએ કામરેજ પોલીસ મથકે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇસ્માઇલ બશીર પઠાણ (રહે. કાજી ફળિયા હાસોટ) સામે ૫૦૪, ૫૦૬ મુજબ ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી હતી.

Next Story