Connect Gujarat
Featured

સુરત : 20 વર્ષ જુના કેસમાં સીમીના 127 કાર્યકરોનો નિર્દોષ છુટકારો, જુઓ કોર્ટે શું કર્યું અવલોકન

સુરત : 20 વર્ષ જુના કેસમાં સીમીના 127 કાર્યકરોનો નિર્દોષ છુટકારો, જુઓ કોર્ટે શું કર્યું અવલોકન
X

એક મોટા સમાચાર સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડીયા (સીમી)ને લઇ આવી રહયાં છે. 2001માં સુરતના નવસારી બજારમાં આવેલાં રાજશ્રી હોલમાં સીમીના કાર્યકરોના એકત્ર થવાના કેસમાં સુરતની કોર્ટે તમામ 127 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે...

અમદાવાદમાં સિરીયલ બોંબ બ્લાસ્ટ કરી સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડીયા (સીમી) નામનું સંગઠન ચર્ચાની એરણે આવ્યું હતું. અમદાવાદના સિરીયલ બોંબ બ્લાસ્ટમાં અનેક આરોપી જેલમાં સજા કાપી રહયાં છે. હાલ સીમી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે પણ ગત દાયકામાં સીમીએ અનેક ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપ્યો હતો અને ખાસ કરીને અમદાવાદ સિરીયલ બોંબ બ્લાસ્ટમાં ભરૂચ અને સુરતના કનેકશન પણ બહાર આવ્યાં હતાં. જયારે સીમીનો દોર ચાલી રહયો હતો ત્યારે 2001માં સુરતના નવસારી બજારમાં આવેલાં રાજશ્રી હોલમાં સીમીના વિવિધ રાજયોમાંથી આવેલાં કાર્યકરો ભેગાં થયાં હતાં. આ સમયે સુરત પોલીસે 127 લોકો સામે અનલોફુલ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં 20 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં નોંધ્યું છે કે, સરકારે આરોપીઓ પર લગાવેલી કલમો લાગુ પડતી ન હોવાથી તમામ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવી રહયાં છે. શનિવારના રોજ સુરતની કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન 111 જેટલા આરોપીઓ હાજર રહયાં હતાં. છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલાં કેસમાં અત્યાર સુધીમાં 5 જેટલા આરોપીઓના મોત થઇ ચુકયાં છે.

Next Story