સુરતમાં ટ્રાફિકને અડચણ દુર કરવા ડીમોલેશન કામગીરી પુરજોશમાં...!

New Update
સુરતમાં ટ્રાફિકને અડચણ દુર કરવા ડીમોલેશન કામગીરી પુરજોશમાં...!

ટ્રાફિકને અડચણરૂપ બનતા ઓટલા દુકાનોના શેડ તોડી પડાયા

સુરત શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાને નિવારવા તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ ટ્રાફિકને અડચણરૂપ થતાં દબાણો તોડી પાડવાની કામગીરી પુરજોશમાં હાથ ધરાતા ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના કતારગામ,વેડરોડ જેવા અલગ-અલગ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ટ્રાફિકને અડચણરૂપ બનતા ઓટલા તેમજ દુકાનોના શેડ તોડી પાડવાની પ્રકિયા આજે સવારથી હાથધરવામાં આવી હતી.વારંવારની સુચના છ્તાં પણ જે તે દુકાનદારો દ્વારા તેમના દ્વારા કરાયેલ ગેરકાયદેસરનું દબાણ દુર ન કરાતા આખરે સુરત મહાનગરપાલિકા દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદે અને ટ્રાફિકને અડચણરૂપ એવા દુકાનોના ઓટલા,શેડ તોડી પાડવાની પ્રકિયા હાથ ધરાતા દુકાન સંચાલકોમાં નારાજગી તેમજ ફફ્ડાટ ફેલાયો હતો.

Latest Stories