Connect Gujarat
Featured

સુરત : ઘરમાં એકલા રહેલા બાળક પાસે મહિલાએ માંગ્યું પાણી, જુઓ પછી શું થયું

સુરત :  ઘરમાં એકલા રહેલા બાળક પાસે મહિલાએ માંગ્યું પાણી, જુઓ પછી શું થયું
X

સુરત શહેરના લીંબાયત વિસ્તરમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં 1.24 લાખની ચોરીની ઘટના બની છે. પાણી પીવાના બહાને ઘરમાં પ્રવેશેલી મહિલા લાખો રૂપિયાની મત્તાનો હાથફેરો કરી ફરાર થઇ ગઇ હતી.

સુરત શહેરના ગોડાદરા ખાતે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતી વંદના નિકમ સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરે છે. ગત રોજ બપોરના સમયે ઘરના છત પર સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરી રહ્યા હતાં. તે સમયે 8 વર્ષીય પુત્ર અવિનાશઘરમાં એકલો હતો તે દરમિયાન અજાણી મહિલા પાણી પીવાના બહાને ઘરમાં પ્રવેશી હતી. અવિનાશ સાથે મહિલાએપરિવારના સભ્યો વિશે વાતચીત કરી હતી બાદમાં ઘરના દરવાજા ખુલ્લા મુકી અવિનાશ બહાર રમવા નિકળી ગયો હતો. તે દરમિયાન મહિલા તિજોરીમાં રાખેલ એક તોલાનું મંગલસૂત્ર, સોનાની બુટ્ટી સહિત રોકડ રૂપિયા 70,000, મળી 1.24 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી.

Next Story