સુરતના પર્વત ગામ ખાતે આવેલ ડુંભાલ ખાડી થઈ ઓવરફ્લો

New Update
સુરતના પર્વત ગામ ખાતે આવેલ ડુંભાલ ખાડી થઈ ઓવરફ્લો

સુરત શહેરમાં ખાડી પુરની સ્થતી જોવા મળી રહી છે.પર્વત ગામ પાસે આવેલ ડુભાલ ખાડી ઓવર ફ્લો થતા આસપાસના ટેનામેન્ટમાં અને શાળામાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

સુરતના પર્વત ગામ ખાતે આવેલ ડુંભાલ ખાડી ઓવરફ્લો થઈ છે. છેલ્લા કેટલાક સમય થી વરસાદ ના કારણે ખાડી પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતની બધી ખાડીઓ ભયજનક સપાટી નજીક પહોંચી છે તો ડુંભાલ ખાડી ઓવર ફ્લો થઈ છે.ખાડી ઓવર ફ્લો થતા પાણી લોકોના ઘરમાં ઘુસ્યા હતા. ખાડી નજીક આવેલા આવાસોમાં કમર સુધીના પાણી ઘરમાં ઘુસ્યા હતા.વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરાયો હતો.લોકોની હાલાકી જોઈ તંત્રની ટીમ ખડે પગે જોવા મળી તી.ઉપરવાસમાં વરસાદના કારણે ખાડીનું લેવલ વધ્યું છે. સ્કૂલોમાં પાણી ફરી વળતા સ્કૂલના બાળકોને રજા આપી તેમના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા.

Latest Stories