Connect Gujarat
ગુજરાત

સુરત: BRTSના પૈંડા થંભ્યા, ડ્રાઇવરોએ પાડી હડતાલ, ૬૭ બસો રહેશે બંધ

સુરત: BRTSના પૈંડા થંભ્યા, ડ્રાઇવરોએ પાડી હડતાલ, ૬૭ બસો રહેશે બંધ
X

સુરત બીઆરડીએસ બસ ડ્રાઈવરો પગાર વધારા સહિતની માંગણીને લઈને ડેપોમાં હડતાળ પર ઉતરી ગયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. હડતાળના પગલે સચિનથી ઉધના, સોમેશ્વરથી ઓ.એન.જી.સી રૂટ બંધ થઈ ગયો છે. હાલ ભેસ્તાન બસ ડેપોની ૬૭ જેટલી બસો બંધ છે.

સુરતમાં બસ ડેપોના હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે, બીઆરટીએસમાં કોન્ટ્રાક્ટ કંપનીઓ દ્વારા ડ્રાઈવરોને રાખવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી અહીં કામ કરી રહ્યા છે. પગાર વધારા અને પડતર માંગણીઓને લઈને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે.

જોકે, કોઈ નિરાકરણ આવ્યું નથી. સાથે સાથે ઈન્સેન્ટીવ પણ કાપી લેવામાં આવે છે. જેથી આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.હાલ ભેસ્તાન બીઆરટીએસ બસ ડેપોની ૬૭ જેટલી બસોના ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બસ ડ્રાઈવરોની હડતાળના પગલે સચિનથી ઓ.એન.જી.સી સુધીના રૂટના મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Next Story