Connect Gujarat
ગુજરાત

સુરત : ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા કોરાના કેસને ધ્યાનમાં રાખી બીજી બનશે કોવિડ19 હોસ્પિટલ

સુરત : ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા કોરાના કેસને ધ્યાનમાં રાખી બીજી બનશે કોવિડ19 હોસ્પિટલ
X

લોકડાઉનના અઢી મહિના બાદ પણ રાજ્યમાં તેમજ સુરત જિલ્લામાં કોરનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અને કાબુ બહાર થઈ રહ્યો છે, ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી પહેલા મહુવા માલિબા કેમ્પસ માં કોવિડ કેર ચાલુ કરવામાં આવ્યું હતું. પણ ત્યાં કોવિડ કેર ફૂલ થઈ જવાની સંભાવના થતા હાલ તંત્રએ પલસાણા તાલુકાના ચલથાણ નજીક આવેલી સંજીવની હોસ્પિટલને કોવિડ19 સેન્ટર ચાલુ કરવાની પરવાનગી આપી દીધી છે. પરવાનગી મળી જતા હાલ હોસ્પિટલમાં સંચાલકોએ યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી દીધી છે.

સંજીવની હોસ્પિટલના ટ્રસ્ટ પ્રમુખ સાથે વાત કરતા તેઓ એ જણાવ્યું હતું કે હાલ સરકાર દ્વારા પરવાનગી મળી જતા અમારી હોસ્પિટલમાં 24 બેડની ક્ષમતા ધરાવતા અને 10 રૂમનું સેન્ટર ઉભું કરવામાં આવશે. તેમજ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓની દેખરેખ હેઠળ સંપૂર્ણ કેર સેન્ટરનું સંચાલન કરવામાં આવશે,તેમજ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવા આવતા દર્દીઓને પૌષ્ટિક આહાર આપવામાં આવશે ઉપરાંત લેબ, મેડિકલ રૂમો, વેન્ટિલેટર મશીનો તેમજ મેડિકલ સ્ટોર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે વધુમાં તેમને જણાવ્યું હતું કે હાલ હોસ્પિટલમાં જે અન્ય રોગોની સુવિધાઓ ચાલુ છે એ ચાલુ જ રહેશે આ કોવિડ 19 સેન્ટરને અલગ રાખવામાં આવ્યો છે. કોવિડ19માં આવતા જતા દર્દીઓ તેમજ લોકો માટે પણ હોસ્પિટલ ના પાછળના ભાગેથી રસ્તો આપવામાં આવશે.

Next Story