સુરત પાલિકા દ્વારા ઈન્ટેલિજન્ટ પાર્કિંગ સિસ્ટમ ડેવલોપ કરાઇ

New Update
સુરત પાલિકા દ્વારા ઈન્ટેલિજન્ટ પાર્કિંગ સિસ્ટમ ડેવલોપ કરાઇ

સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ વિવિધ વિસ્તારોમાં પે પાર્કિંગની સુવિધા ઉભી કરાઇ છે. ત્યારે કયા પાર્કિંગ ઝોન માં કેટલી ગાડીઓ છે કેટલા ચાર્જીસ છે અને તે કયા સ્થળે છે. તે માટે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૪.૭૩ કરોડના ખર્ચે ઈન્ટેલિજન્ટ પાર્કિંગ સિસ્ટમ મેનેજમેન્ટ શરૂ કરાઇ છે.

સુરત શહેર વિસ્તર્યું છે તેમ તેમ શહેરમાં દર વાહનોની સંખ્યા વધી રહી છે પણ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં ચાલતા ભ્રષ્ટાચાર ના કારણે અને ખાસ કરીને સુરત શહેર વિકાસ વિભાગના ભ્રષ્ટાચારના કારણે બિલ્ડિંગોમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા નથી ક્યારે હવે પાલિકા કરોડો રૂપિયાના ખર્ચે પાર્કિંગ અને તેની મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવી રહી છે હાલ સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા નવ જેટલા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે અને બે ઓફ સ્ટેટ પાર્કિંગ શરૂ કર્યા છે જોકે પાર્કિંગ કયા વિસ્તારમાં છે તે પાર્કિંગમાં કેટલી ગાડી ની જગ્યા છે અને તેના ચાર્જીસ શું છે તે દરેક માહિતી પાલિકા હવે મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવી રહી છે જેનાથી પાર્કિંગ લોકેશન અને પાર્કિંગ સિસ્ટમથી અવગત થઈ શકાશે.

જોકે ફોરેન જેવી આ સિસ્ટમ વિકસાવવા માટે પાલિકાએ ચાર કરોડ 73 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને આ સિસ્ટમ ડેવલપ કરવાનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને સોંપાયો છે જે હાલ વિવિધ સ્થળે ઓટોમેટીક સેન્સર સિસ્ટમ પાર્કિંગ મેનેજમેન્ટ ડેવલોપ કરી રહી છે.

પાલિકા હાલ પાર્કિંગ ક્ષેત્રે કરોડો રૂપિયા ખરચી રહી છે. ત્યારે પાલિકાએ શહેરમાં વધતા વાહનોની સંખ્યા અને ખાસ કરીને બિલ્ડીંગ પ્લાન પાર્કિંગની જગ્યા ચોરી કરી લેતા બિલ્ડરોને પણ પાઠ બનાવવાની જરૂર દેખાય છે. જેથી શહેરમાંથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દૂર કરી શકાય.

Latest Stories