Connect Gujarat
Featured

સુરત: કોસંબાના કે.એમ.ચોકસી જ્વેલર્સમાં 10 વર્ષ પૂર્વે થયેલ લૂંટનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો, જુઓ કયા કયા ગુનાને આપ્યો છે અંજામ

સુરત: કોસંબાના કે.એમ.ચોકસી જ્વેલર્સમાં 10 વર્ષ પૂર્વે થયેલ લૂંટનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો, જુઓ કયા કયા ગુનાને આપ્યો છે અંજામ
X

10 વર્ષ પહેલાં સુરતના કોસંબાના કે.એમ.ચોક્કસી જવેલર્સમાં થયેલ ચકચારી લૂંટ કેસમાં સુરત જિલ્લા એલસીબીની ટીમે ફરાર મોસ્ટ વોન્ટેડ નહારિયા ગેંગના આરોપીને આણંદના વાંસદ નજીકથી ડબોચી લીધો છે.

કોસંબાના તરસાડીમાં કે.એમ.ચોક્કસી જવેલર્સમાં 2010માં 6.25 કરોડના સોના-ચાંદીના દાગીનાની લૂંટની ઘટના બની હતી. કે.એમ ચોક્કસી જવેલર્સ પેઢીમાં 2010ની સાલમાં 15થી20 લૂંટારુઓ ધોળા દિવસે હથિયાર લઈને પ્રવેશી ગયા હતા અને માત્ર ગણતરી ની મિનિટમાં જવેલર્સ માંથી સોના ચાંદી દાગીના સહિત રોકડ સહિત 6.25 કરોડના મુદ્દામાલની લૂંટ કરી હતી. આ લૂંટની ઘટનામાં જે તે સમયે એલસીબીની ટીમે મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી લૂંટારૂઓને ઝડપી લીધા હતા જ્યારે મૂળ પાકિસ્તાની રહેવાસી મુખ્ય સૂત્રધાર આરોપીને એટીએસની ટીમે પકડ્યો હતો.

જયારે હાલ એલસીબીની ટીમે ઘટનામાં મુખ્ય ભુમીકા ભજવનાર આરોપી મુકેશ ઉર્ફે વિશાલ બારિયાને આણંદના વાંસદ રેલવે સ્ટેશન થી ઝડપી પાડ્યો છે.પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફે વિશાલ બારીયા મોસ્ટવોન્ટેડ આરોપી છે. અને હાલ પણ નહરિયા ગેંગ નો સક્રિય સભ્ય હોવાનું ખુલ્યું છે. આરોપી વિરુદ્ધ મૂળ વતન મધ્યપ્રદેશ ના જાંબુવામાં પણ ગેરકાયદેસર હથિયાર રાખવા બાબતે વોન્ટેડ હોવાથી ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. કોસંબા પોલીસે આરોપીનો કબ્જો લઈ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે.

Next Story