સુરતઃ લૂંટને અંજામ આપતાં પહેલાં ક્રાઈમબ્રાન્ચનાં હાથે ઝડપાયા 6 શખ્સો

New Update
સુરતઃ લૂંટને અંજામ આપતાં પહેલાં ક્રાઈમબ્રાન્ચનાં હાથે ઝડપાયા 6 શખ્સો

લૂંટ ચલાવવાના ઈરાદે ફરતી ટોળકીનાં સાગરિતો પાસેથી 2 પિસ્તોલ, 6 કાર્ટિઝ અને 6 છરા મળ્યા

સુરતમાં લૂંટ ચલાવવાના ઈરાદે ફરતી ગેંગનાં 6 સાગરિતો ગુનાને અંજામ આપે તે પહેલાં જ ક્રાઈમબ્રાન્ચનાં હાથે ઝડપાઈ ગયા છે. તેમની પાસેથી 2 પિસ્તોલ, 6 કાર્ટિઝ અને 6 છરા મળી આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આગામી સમયમાં આવેલી રહેલા દિવાળી પર્વને લઈને ઠેક ઠેકાણે મોટા આર્થિક વ્યવહારો થતા હોય છે. આવા સંજોગોમાં લૂંટારૂ ટોળકીઓ પણ સક્રિય બનતી હોય છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી જલારામ મની એક્સચેન્જ નામની ઑફિસમાં લૂંટ ચાલવાનો પ્લાન ઘડી રહેલી લૂંટારૂ ટોળકીનાં 6 સાગરિતો ક્રાઈમ બ્રાન્ચનાં હસ્તે ઝડપાઈ ગયા છે. આ લૂંટારૂ ગેંગ પાસેથી 2 પિસ્તોલ, 6 કાર્ટિઝ અને 6 જેટલાં છરા પણ મળી આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

Latest Stories