સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે દરરોજ સવાર પડેને એક હત્યાની ઘટના સામે આવતી હોય છે. સચીન વિસ્તારમાં બહેનની છેડતી કરનારાઓને ઠપકો આપવા ગયેલાં ભાઇની અસામાજીક તત્વોએ કરપીણ હત્યા કરી નાંખી છે…..

” max-width=”100%” class=”video-element note-video-clip” height=”360″>

સુરતમાં પોલીસની ધાક હવે ગુનેગારોમાં રહી નથી. ગુનેગારોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક ગુનાઓને અંજામ આપી રહયાં છે. પોલીસની નિષ્ક્રિયતા અને નિષ્ક્રીયતાને લઈને શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે સુરતના સચિન વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. સુરતના સચીન વિસ્તારમાં રહેતી એક યુવતીની કેટલાક લોકો છેડતી કરતાં હતાં. આ લોકોને યુવતીનો ભાઇ ઠપકો આપવા માટે ગયો હતો. આ વેળા આરોપી યુવાનો તેની પર તુટી પડયાં હતાં અને ભાઇને ચપ્પુના ત્રણ ઘા મારી ફરાર થઇ ગયાં હતાં. ઇજાગ્રસ્ત ભાઇને સારવાર મળે તે પહેલાં તેનું મોત થઇ ગયું હતું. હત્યાના આ બનાવની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. પોલીસ કાફલાએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.