સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવાનની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો

New Update
સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવાનની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવાનની હત્યા થયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે એક કિશોર સહીત બે લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં નજીવી બાબતે ઝગડો થતા પત્થર મારી યુવાનની હત્યા કરી હતી. જો કે મારનાર યુવાન કોણ છે? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં મનપાની નવનિમિત બિલ્ડીંગમાંથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. લોકોએ બનાવની જાણ પોલીસને કરતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં બાતમીના આધારે પોલીસે સતીષ ઉર્ફે સત્તુ રાજપુત તેમજ ૧૭ વર્ષના કિશોરની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછરમાં મારનાર યુવકો સાથે નજીવી બાબતે ઝગડો થતા પત્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ પોલીસે કિશોર સહિત બે આરોપીની ધરપકડ કરી છે અને મારનાર યુવક કોણ છે. તે દિશામાં તપાસ પણ હાથ ધરી છે.

Latest Stories