-
છેલ્લા ઘણા સમયથી શહેરમાં વધતો ગુનાખોરીનો દર
-
તાજેતરમાં જ ઉધનામાં ભાજપના યુવા નેતાની હત્યા
-
હત્યાની ઘટના બાદ પોલીસ દ્વારા ‘ઓપરેશન રેમ્બો’
-
કોમ્બિંગ મારફતે 72 સશસ્ત્ર વ્યક્તિઓની ધરપકડ કરાય
-
એક તસ્કરની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
સુરત શહેરમાં ભાજપ યુવા નેતાની હત્યા બાદ પોલીસ દ્વારા ‘ઓપરેશન રેમ્બો’ હાથ ધરાવમાં આવ્યું છે. પોલીસના કોમ્બિંગ મારફતે 72 સશસ્ત્ર અસામાજિક તત્વો સહિત 1 તસ્કરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત શહેરમાં વધી રહેલા ગુનાખોરીના દરને ધ્યાનમાં રાખીને તેમજ ખાસ કરીને ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતાની હત્યા બાદ પોલીસ તંત્રએ તેની સતર્કતા અને પ્રવૃત્તિ વધારી દીધી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસે શહેરમાં ગંભીર ગુનાઓ, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, હુમલો અને ગેંગ સંબંધિત હિંસાનો સમાવેશ થાય છે, તેવા ગુનેગારો દ્વારા તલવારો, ચોપર, રામપુરી છરીઓ અને ખંજર જેવા હથિયારોના ઉપયોગમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો, ત્યારે આવા ખતરનાક હથિયારો સાથે શહેરમાં ફરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે, સુરત શહેર પોલીસે “ઓપરેશન રેમ્બો” નામનું એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશન દરમિયાન, ખતરનાક હથિયારો સાથે કુલ 72 અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં, એક આરોપી તસ્કરની પણ ધરપકડ કરવામાં આવી છે. પરિણામે આ ઝુંબેશ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર જગાડવાના બેવડા ઉદ્દેશ્ય સાથે યથાવત રાખવામાં આવશે.
