સુરતમાં બુટલેગરની દારૂ હુક્કા પાર્ટી 

બે યુવતીઓ સાથે કરી પાર્ટી 

વિડીયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી

બર્થ ડે ની ઉજવણીમાં યુવતી આવી હતી વિવાદમાં 

પોલીસે બુટલેગરની કરી ધરપકડ   

સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશન બાદ હવે ડુમસ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા મહિલા ઈન્ફ્લુએન્સર યુવતીઓ સહિત બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સાયલન્ટ ઝોનમાં આવેલા બેલઝિયા હોટલમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણતા બુટલેગર સાથે વીડિયો વાયરલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ મામલે બૂટલેગર તેજસ મહેતાની ધરપકડ કરવામાં આવી છે.

સુરતમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો.જેમાં બૂટલેગર અને તેની મહિલા મિત્રો દારૂ અને હુક્કાની મહેફિલ માણી રહ્યા હતા.વીડિયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને બુટલેગર તેજસ મહેતામિહિર રમેશ સરવાણી અને બે યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.વીડિયોમાં હુક્કા અને દારૂ સ્પષ્ટપણે જોવા મળે છે. તમામ લોકો નશામાં છે એ પણ વીડિયોમાં દેખાય છે.વીડિયો વાયરલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આરોપી મિહિર ડાયમંડ કંપનીમાં કર્મચારી છે.જ્યારે આરોપી તેજસ મહેતા અગાઉ દારૂના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે.તેજસ મહેતાની ધરપકડ ઉમરા પોલીસે કરી હતી.દારૂની હોમ ડિલિવરી કરવા માટે તે ગયો હતો અને ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે બે યુવતીઓ સહિત અન્ય આરોપીઓની  ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે પોતાને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગણાવતી આ યુવતી તાજેતરમાં જ પોતાના બર્થ ડે પર કારના બોનેટ પર કેક કટિંગ કરી હતી,અને વિવાદોમાં આવી હતી,જેની સામે પોલીસે કાર્યવાહી પણ કરી હતી,અને હવે ફરી એકવાર યુવતી વિવાદોમાં સપડાય છે.