Connect Gujarat
Featured

સુરત : લકી ડ્રોના નામે પુણાના વેપારી સાથે લાખોની ઠગાઈ કરનાર આરોપીને પુણા પોલીસે ઝડપી પાડ્યો

સુરત : લકી ડ્રોના નામે પુણાના વેપારી સાથે લાખોની ઠગાઈ કરનાર આરોપીને પુણા પોલીસે ઝડપી પાડ્યો
X

સુરતના ડુંભાલમાં શાકભાજીના વેપારીએ લકી ડ્રોના નામે પૈસાનો રોકાણ કરતા ભેજાબાજે વિવિધ સ્કીમો આપીને છેતરપિંડી આચરતા પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈને પુણા પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડી પાડી તેની ધરપકડ કરવામાં આવી છે.

https://twitter.com/ConnectGujarat/status/1368521671003439106?s=20

જયેશભાઇ લીમડીવાળા શાલભાજીના વેપારી છે અને પુણા ખાતે રિટેઇલમાં વેચાણ કરે છે અને વાસુ રમેશભાઈ ગાંધી એપીએમસીમાં શ્રીજી ગ્રુપના નામે વીસી તથા લકી ડ્રો સ્કીમ શરૂ કરી હતી, જેમાં યોજના મુજબ દર 7 મી તારીખે લકી ડ્રો કરાશે અને જેનો નંબર લાગે તેને બાકીના હપ્તા નહિ ભરવા પડે, જેથી જયેશભાઇ એ સ્કીમ 7 કાર્ડ લીધા હતા. રૂપિયા 25 લાખવાળી સ્કીમમાં નાણાં રોક્યા હતા. યોજનાના નિયમ મુજબ જયેશભાઇ લેવાના બાકી નીકળતા 24 લાખથી વધુ રૂપિયા આપવાની વાસુએ ના પાડી અને ધમકાવી ખોટા કેસમાં ફસાવી દેવાની વાત કરી હતી. જેને લઈને જયેશભાઇ સાથે છેતરપીંડી કરવામાં આવતા જયેશભાઇ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પુણા પોલીસે ગુનો નોંધી આરોપી વાસુને પકડી પાડી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story