Connect Gujarat
ગુજરાત

સુરત : રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન, સરકાર મારૂ સાંભળતી નથી

સુરત : રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન, સરકાર મારૂ સાંભળતી નથી
X

સુરત સરસાણા પ્લેટીનિયમ હોલમાં

આયોજિત ઇન્ડિયન રાઇટીંગ ફ્યુચર ઈકોનોમી આઉટલુક કાર્યક્રમમાં રાજ્ય સભા સાંસદ ડો

સુબ્રમણ્યમ સ્વામી ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે અર્થતંત્રની બાબતે સરકાર સાથે મતભેદ

હોવાની કબુલાત કરી હતી.

સુરતના મહેમાન બનેલા રાજ્ય સભાના સાંસદ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ

જણાવ્યું હતું કે મોદીને 2015 થી પત્રો લખ્યા કરું છું..પણ એ મારૂ

સાંભળતા નથી..સરકાર સાથે મતભેદ હોવાની કબૂલાત કરતાં સુબ્રમણ્યમ સ્વામીએ કહયું હતું

કે, એક

અર્થશાસ્ત્રી અને બીજા અર્થશાસ્ત્રીનો મેળ ક્યારે થતો નથી.હું ગુજરાતનો જમાઈ છું

એટલે મારી કોઈ વાત સાંભળવામાં નથી. બજેટ માટે મને કશું પૂછવામાં આવ્યું નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં જે આંદોલનો થઈ રહ્યા છે તે

બનાવટી છે.તેમાં વિદેશી તાકાતોનો પણ હાથ છે. શાહીન બાગમાં જે થઈ રહ્યું છે તે પાકિસ્તાનની

ભાષા છે. આગામી દિવસોમાં દિલ્લી ખાતે થનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 70 માંથી 42 બેઠકો જીતશે તેવો દાવો પણ તેમણે

કર્યો છે.

Next Story