/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/30132634/HZbi22Gi.jpg)
સુરતના સચિન-હજીરા વચ્ચે ડમ્પર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં બન્ને વાહનમાં સવાર ક્લીનરને ગંભીર ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, એક ડમ્પર કોલસો ભરીને સચિન જતું હતું ત્યારે એક કન્ટેનર હજીરા ખાતે આવેલી એસ્સારમાં જઈ રહ્યું હતું. તે દરમ્યાન ખજોદ ગામ નજીક કન્ટેનરના સ્ટીયરીંગમાં અચાનક લોક થઈ જતા કન્ટેનરના ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ રહ્યો ન હતો. કન્ટેનર બેકાબુ બની રોડ ડિવાઈડર પર ચઢીને રોંગ સાઈડ પર આવતા ડમ્પર સાથે ધડાકાભેર ભટકાયું જતું. જેના પગલે બન્ને વાહનોના ક્લીનરને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બન્ને વાહનના ક્લીનરોને હાથમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે.