સુરત : ૧૩ વર્ષીય પોલીસપુત્રને બનવું છે શિખર ધવન, કોચની દેખરેખ વચ્ચે લઇ રહ્યો છે ટ્રેનીંગ

0

આખા વિશ્વને ઘેલું કરનાર કોઈ રમત હોય તો તે છે ક્રિકેટ….આજ ક્રિકેટ પાછળ યુવાનો પોતાની કારકિર્દી બનાવવા મેદાનમાં પસીનો પાડતા હોય છે. ત્યારે સુરત જીલ્લાનાના એક પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા અધિકારીના 13 વર્ષીય દીકરાનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનું સ્વપ્ન છે. હાલમાં સ્થાનિક કક્ષાએ રમાયેલી મેચમાં 166 બોલમાં 104 રનની ઇનિંગ રમી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કોણ છે એ બાળ ખેલાડી અને ક્યાં ખેલાડીને માને છે આદર્શ જુઓ અમારો વિશેષ અહેવાલ.

વાત કરીએ મૂળ સાબરકાંઠાના વિજયનગર તાલુકના ટોકરા વસાહત ગામના અને હાલ સુરતના પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતન ગઢવીના દીકરા પ્રણય ગઢવી મોટો ક્રિકેટર બનવાનું સ્વપ્ન ધરાવે છે. હજી ઉંમર તો સાવ નાની છે પણ પ્રણય ગઢવીનું સપનું બહુ ઊંચું છે. ક્રિકેટર બનવાનું સપનું તો લગભગ ભારતના દરેક વ્યક્તિનું હશે, પણ પ્રણય ગઢવીનું સપનું શિખર ધવન બનવાનું છે, અને ભારતીય ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી દેશ માટે રમવાનું છે. પ્રણય ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવન અને ઈગ્લેન્ડના એલીસ્ટર કુકને પોતાના આદર્શ માને છે. સફળતા માટે પ્રણય ભણવાની સાથે સાથે રાત દિવસ નેટ પ્રેક્ટિસ કરી પસીનો વહાવી રહ્યો છે.

પ્રણયને છેલ્લાં ૩ વર્ષથી પિતા ચેતન ગઢવી પ્રેક્ટિસ પુરી પાડતા હતા પણ પોલીસ ખાતાની વધતી જવાબદારી અને કામના ભારના લીધે પૂરતો સમય દીકરાના સપના પાછળ મળતો ન હતો તેથી તેમને છેલ્લા ૬ મહિનાથી કોચ રાખ્યા છે અને તે જ હાલ પ્રણયને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે અને ક્રિકેટના જરૂરી સલાહ સુચન કરી રહ્યા છે. હાલ તો પ્રણયની બેટિંગ અને શોર્ટ મારવાની સ્ટાઇલ જોઈ સૌ કોઈ સ્તબ્ધ છે. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી ઘરેલુ ક્રિકેટ મેચમાં પ્રણયએ લાંબી પારી રમી 104 રન ફટકારી હરીફ ટીમને હંફાવી હતી.

ધોરણ 8માં અભ્યાસ કરતાં પ્રણય ગઢવીના સપનાને સાકાર કરવા માટે તેનો પરિવાર પણ પૂરતો સહકાર આપી રહ્યો છે. પ્રણયએ 13 વર્ષની નાની ઉંમરમાં જ ક્રિકેટમાં ઉત્તમ પ્રદર્શન કરી સૌને પ્રભાવિત કર્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here