Connect Gujarat
Featured

સુરત : ઉધના પોલીસ મથકના મહિલા PSIના આપઘાતનો મામલો, જુઓ કોના કોના વિરુદ્ધ થયો ગુન્હો દાખલ..!

સુરત : ઉધના પોલીસ મથકના મહિલા PSIના આપઘાતનો મામલો, જુઓ કોના કોના વિરુદ્ધ થયો ગુન્હો દાખલ..!
X

સુરત શહેરના ઉધના પોલીસ મથકના મહિલા PSIના આપઘાત કેસમાં પતિ સહિત સાસરિયાં સામે આત્મહત્યા માટે પ્રોત્સાહન આપવાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો છે. પતિના આડા સંબંધો અને પતિ-સાસરિયાં મિલકત માટે માનસિક ત્રાસ આપતા હોવાના દબાણના કારણે મહિલા PSIએ આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

સુરત શહેરના ઉધના પોલીસ મથકના મહિલા PSI અમિતા જોશીએ ગત તા. 5મી ડિસેમ્બરના રોજ પોતાના પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ કોન્સ્ટેબલના પતિના આડા સંબંધ, અમિતાના મોત સમયે વૈભવની સુરતમાં હાજરી અને ટી-શર્ટ ફાટેલું હોવાની આંશકા સાથે પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો છે. અમિતાના પિતાએ મહીધરપુરા પોલીસ મથકમાં અમિતાના પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતેશ અને નણંદ મનીષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યા અંગે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પિતા બાબુભાઈ જોશીએ જણાવ્યું હતું કે, તેમની દીકરી અમિતા વર્ષ 2011માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હતી અને વર્ષ 2018માં તેની સુરતમાં બદલી થઈ હતી. અમિતાના લગ્ન ભાવનગર તળાજા રોડ પર રહેતા જીતેશ ઉર્ફે જિતેન્દ્ર વ્યાસના દીકરા વૈભવ સાથે થયા હતા.

વૈભવ અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તા. 3 એપ્રિલ-2016માં અમિતાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. અમિતાની સુરત બદલી થતાં તે ફાલસાવાડીમાં ક્વાર્ટર્સમાં રહેતી હતી, ત્યારે તેના સસરા, સાસુ, નણંદ અમિતાને ત્યાં આવ્યા હતા. તેનાં સાસુ-સસરા-નણંદ સુરતથી જતાં, ત્યારે તેના દીકરાને સાથે લઈ જતા હતા. અમિતા દીકરા માટે કંઈ પણ કરવા તૈયાર હતી. અમિતાએ રાજકોટ બદલી કરાવી લઈશ એવી વાત પણ કરી હતી. પરંતુ પતિના આડા સંબંધોના કારણે અમિતાએ બનાવના અઠવાડિયા પહેલાં છૂટાછેડા લેવા બાબતે દબાણ કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈ મહિધરપુરા પોલીસ મથકમાં મહિલા PSI અમિતા જોશીના પતિ વૈભવ, સાસરિયા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યાનો દુષ્પ્રેરણા બદલ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story