સુરત : મોજશોખ માટે ૯ જેટલા મોપેડની ચોરી કરનાર ૧૯ વર્ષીય યુવાન ઝડપાયો

New Update
સુરત : મોજશોખ માટે ૯ જેટલા મોપેડની ચોરી કરનાર ૧૯ વર્ષીય યુવાન ઝડપાયો

સુરત ખટોદરા પોલીસે મોજ શોખ માટે મોપેડ ની ચોરી કરનાર ૧૯વર્ષીય યુવાને ૯ જેટલા મોપેડ સાથે ઝડપી લીધો છે.

સુરત ખટોદરા પોલીસે બાતમીના આધારે અઠવા, ઉમરા,ખટોદરા વિસ્તારમાં એક્ટિવાની ચોરી કરનાર ઇસમને ઝડપી લીધો છે મૂળ ઓડીસા ગંજામ ભૂંજા નગરનો રહેવાસી સુરત અઠવા વિસ્તારમાં આવેલ નાનપુરા માં રહેતો આરોપી સમીર પ્રધાન મોજ શોખ માટે મોપેડ વાહનની ચોરી કરતો હતો 9 જેટલા મોપેડ વાહન પોલીસે આરોપી પાસેથી કબજે કર્યા છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી મોપેડ ગાડીનો શોકીન હતો જેથી પોતાના મોજ શોખ માટે મોપેડ વાહનની ચોરી કરતો હતો આરોપી સમીર પ્રધાન અગાઉ પણ અન્ય ત્રણ ગુનાહમાં પકડાય ચુક્યો છે હાલ ૨ લાખ ૧૦ હજારના ૯ જેટલા મોપેડ વાહનો કબજે કરી આરોપીએ અન્ય કોઈ ગુનામાં ચોરી કરી છે કે કેમ તે ચકાસવા માટે આરોપીનો રિમાન્ડ મેળવી ખટોદરા પોલીસ વધુ તપાસ હાથધરી છે

Latest Stories