સુરત : ટ્રાફિકના નિયમોના પાલન માટે પોલીસ આવી ફરી મેદાનમાં

New Update
સુરત : ટ્રાફિકના નિયમોના પાલન માટે પોલીસ આવી ફરી મેદાનમાં

રાજયમાં ટ્રાફિકના નવા કાયદાના અમલીકરણની શરૂઆત થતાની સાથે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ મેદાનમાં આવી. હેલ્મેટ,પીયૂસી,HSRP નંબર પ્લેટ નહીં ધરાવનાર વાહનચાલકો પાસેથી દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

દિવાળીની રજા પૂર્ણ થતા પહેલી તારીખથી જ ઘરની બહાર વાહન લઈને નીકળો તો હેલ્મેટ, પીયૂસી, HSRP નંબર પ્લેટ વાહન પર લગાવીનેજ બહાર નીકળજો કારણ કે પહેલી તારીખથી રાજયમાં ટ્રાફિકના નવા કાયદાનો અમલ શરૂ થઇ ચુકયો છે.

હેલ્મેટ, પીયૂસી, HSRP નંબર પ્લેટ નહિ હોય તો મસમોટો મેમો ફાટશે પાસે અને દંડ ચૂકવવો પડશે. નવા નિયમોના અમલ માટે આપવામાં આવેલી 31 ઓકટોબર સુધીની સમય મર્યાદા પુર્ણ થઇ ચુકી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે ચેકીંગની કામગીરી હાથ ધરી છે. બીજી બાજુ શહેરમાં ટ્રાફિક નિયમો જાળવી રહે તે હેતુથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના માધ્યમથી ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓ પાસેથી ઇ- ચલાનથી દંડ વસુલાઇ રહયો છે. ઇ- ચલાનથી મળેલી દંડની રકમ નહિ ભરનારા વાહનચાલકોની પોલીસે મોબાઇલ એપ્લિકેશનથી તપાસ કરવામાં આવી હતી. દંડ નહિ ભરનારાઓના વાહનોને ડીટેઇન કરાયાં હતાં.