સુરત : ટેમ્પાચાલકે રિક્ષાને મારી ટકકર, પછી સર્જાયા ફીલ્મી દ્રશ્યો, તમે પણ જુઓ

New Update
સુરત : ટેમ્પાચાલકે રિક્ષાને મારી ટકકર, પછી સર્જાયા ફીલ્મી દ્રશ્યો, તમે પણ જુઓ

સુરતમાં બુધવારના રોજ મજુરા ગેટ ફાયર સ્ટેશનની સામે રિક્ષા અને ટેમ્પાચાલક વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતાં ફીલ્મી માહોલ જોવા મળ્યો હતો. મારામારીનો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

તમારા સ્ક્રીન પર જે દ્રશ્યો જોઇ રહયાં છો તે કોઇ ફીલ્મના શુટીંગના નથી પણ સુરતના મજુરા ગેટ ફાયર સ્ટેશન પાસે રિક્ષા અને ટેમ્પાના ચાલક વચ્ચે થયેલી મારામારીના છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના મજુરા ગેટ ફાયર સ્ટેશન નજીકથી પસાર થઇ રહેલી રિક્ષાને ટેમ્પોના ચાલકે ટકકર મારી હતી. અકસ્માત બંનેએ પોતાના વાહનો રોડ પર જ પાર્ક કરી દઇ એકબીજા સાથે મારામારી પર ઉતરી આવ્યાં હતાં. બંને વચ્ચે થઇ રહેલી મારામારીના કારણે લોકોને મફતમાં તમાશો જોવા મળ્યો હતો. મારામારી થઇ રહી હતી તે વખતે પોલીસ કર્મી પણ ત્યાં હાજર હતાં. આખરે બંને ડ્રાયવરોએ સમજાવટથી મામલો થાળે પાડયો હતો.

Latest Stories