સુરતના ઉધના વિસ્તારમાં મિત્રની નજર સામે જ મિત્ર ખાડીમાં ગરકાવ થયો હતો. આ ઘટનામાં ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનોએ ઘણી મહેનત બાદ યુવાનને ખાડીના પાણીમાંથી બહાર કાઢી 108ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરાયો હતો.
ઉધના ગોવિંદ નગર પાસેની ખાડી ક્રોસ કરતા એક યુવાન મિત્રોની નજર સામે ખાડીમાં પડી ગયા બાદ ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મંગળવારની સવારે બનેલી આ ઘટના બાદ રાહદારીઓ તાત્કાલિક ફાયર વિભાગ અને 108ને જાણ કરી હતી. ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનોએ ઘણી મહેનત બાદ યુવાનને ખાડીના પાણીમાંથી બહાર કાઢી 108ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરાયો હતો.
ચલથાણનો રહેવાસી ધનરાજ મિત્રો સાથે નોકરી પર જવા ખાડી ક્રોસ કરતી વખતે અકસ્માતે ખાડીમાં પડી ગયા બાદ ખાડીના પાણીમાં ગુમ થઈ ગયો હતો. મૃતક ધનરાજ પાટીલ ચલથાણના લક્ષ્મીનગરમાં રહેતો હતો. અને 3 મિત્રો સાથે આજે નીકળ્યા હતા. નાનું ગરનાળુ કૂદીને ગોવિંદ નગર જવાના હતા. દરમિયાન તમામ મિત્રો કૂદીને ખાડીને ક્રોસ કરવા ગયા જેમાં ધનરાજનું બેલેન્સ લથડતા તે ખાડીમાં પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો.આ ઘટનામાં એક પિતાના મોતના પગલે સંતાન નોધારા બન્યા હતા.