Connect Gujarat
ગુજરાત

સુરત : વસિષ્ઠ વિદ્યાલય દ્વારા ' કરશું યોગા ભાગશે રોગા' ની થીમ સાથે ઓનલાઈન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

સુરત : વસિષ્ઠ વિદ્યાલય દ્વારા  કરશું યોગા ભાગશે રોગા ની થીમ સાથે ઓનલાઈન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
X

વિશ્વ યોગ દિવસ નિમિતે કામરેજ તાલુકાના વાવ પાસે આવેલ વસિષ્ઠ વિદ્યાલય દ્વારા ' કરશું યોગા ભાગશે રોગા' ના શીર્ષક તળે ઓનલાઈન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ઓનલાઈન યોગા કાર્યક્રમમાં સવારે 7 વાગ્યે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ શાળા મેનેજમેન્ટ અને શહેરના નગરજનો સહભાગી બન્યા હતા. સાંપ્રત સમયમાં જ્યારે આખું વિશ્વ કોરાના મહામારી ને કારણે લોકડાઉનના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે વશિષ્ઠ વિદ્યાલય વાવના ગુજરાતી માધ્યમ દ્વારા યોગનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે તેને સમજાવવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઓનલાઈન યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાના ફેસબુક પેજ પર શાળાના યોગ ટીચરે આયુષ મંત્રાલય ગાઈડલાઇન્સ મુજબ યોગ અને પ્રાણાયમ કરવામાં આવ્યા હતા.

Next Story