સુરત : ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતની આ વાતથી તમે સૌ અજાણ હશો, પણ અમે તમને બતાવીશું

0

સુરત મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત દ્વારા વરાછા ખાતે આવેલ ટેકસ્ટાઈલ્સ માર્કેટના વેપારીઓ સાથે  શુભેચ્છા મુલાકાત કરી હતી.બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે તેમણે  વરાછા ખાતે આવેલી ગ્લોબલ ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં આયોજિત કાર્યક્રમ વિશેષ હાજરી આપી હતી.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે,સુરતના વેપારીઓની  વચ્ચે આવી આનંદનો અનુભવ થઈ રહ્યો છે.મને આ માર્કેટની કોઈ જાણકારી ન હતી.હું જ્યારે હિમાચલ પ્રદેશમાં ગવર્નર હતો ત્યારે કોઈ પણ શહેરમાં જઉં તો ઝાડુ લગાવી સ્વચ્છતાનો પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો હતો.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દુનિયાના દસ દેશોમાં સુરત સૌથી વિકસિત કરતું શહેર છે.વેપારીઓએ કરેલી સુરતમાં મેગા ટેકસ્ટાઈલ્સ પાર્ક બનાવવાની માંગણી અંગે વડાપ્રધાનને રજુઆત કરવાની તેમણે ખાતરી આપી હતી. દેશના અર્થતંત્રને તથા કરવેરાની વ્યવસ્થાને મજબુત રાખવામાં સુરતના વેપારીઓના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here