સુરત : એક જ રાત્રિમાં મુખ્ય માર્ગ પર દુકાનો બહાર લાગેલા ACના 5 આઉટડોર કોમ્પ્રેસરની ચોરી, તસ્કરો CCTVમાં કેદ...

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો તેમજ ઓફિસો બહાર લાગેલા ACના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી થતાં શહેરભરમાં ખળભળાટ મચ્યો છે.

New Update

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો તેમજ ઓફિસો બહાર લાગેલા ACના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી થતાં શહેરભરમાં ખળભળાટ મચ્યો છે.

મળતી માહિતી અનુસારછેલ્લા ઘણા સમયથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ACના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. તેવામાં એક જ રાતમાં શહેરના મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો તેમજ ઓફિસો બહાર લાગેલા લગભગ 5 જેટલા ACના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી થતાં શહેરભરમાં ખળભળાટ મચ્યો છે.

રાત્રીના સમયે રિક્ષામાં આવેલી તસ્કર ટોળકીએ વરાછા પોલીસ મથકથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલી દુકાનો બહાર લાગેલા ACના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી કરી હતી. જોકેદુકાનો બહાર લાગેલા CCTV કેમેરામાં તસ્કરોની કરતૂત કેદ થઈ જવા પામી હારી. અચરજની વાત તો એ છે કેતસ્કરો માત્ર ACના આઉટડોર કોમ્પ્રેસરની જ ચોરી કરે છેત્યારે હાલ તો વરાછા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Latest Stories