ST બસ સેવાને અસર..! : સુરતથી ઉપડતી 52 ટ્રીપની એસટી. બસને રદ્દ કરાય, હજારો મુસાફરો અટવાયા

છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે,

New Update

છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છેત્યારે સુરતથી ઉપડતી 52 ટ્રીપની એસટી. બસને રદ્દ કરવામાં આવતા હજારો મુસાફરો અટવાય પડ્યા હતા.

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વિવિધ જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. જેના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે. ગુજરાત એસટી. વિભાગના કુલ 14,512 રૂટ પૈકી 1,180 રૂટ તેમજ 40,515 ટ્રિપ પૈકી 4,531 ટ્રિપ રદ્દ કરવામાં આવી છેત્યારે મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી સુરત ST વિભાગ દ્વારા સુરતથી ઉપડતી 52 ટ્રીપની ST બસોને પણ રદ્દ કરવામાં આવી છે. જેમાં 19 જેટલા રૂટ પર વરસાદી પાણીની અસર થતાં સોમનાથપોરબંદરજુનાગઢગોદરાદ્વારકાઝાલોદદાહોદ સહિત વિવિધ રૂટની ST બસોને રદ્દ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેવિવિધ રૂટની ST બસો રદ્દ કરવામાં આવતા અંદાજે 1 હજારથી મુસાફરો અટવાયા હતા.

 

Latest Stories