New Update
સુરતના કોસંબા નજીક હાઇવે પર અકસ્માત
રાજકોટ પોલીસની કારને અકસ્માત નડ્યો
અકસ્માતમાં પોલીસકર્મીનું મોત
ટેમ્પો અને ટ્રક વચ્ચે કાર સેન્ડવિચ બની
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વર ખસેડાયા
સુરતના કોસંબા નજીક હાઈવે પર રાજકોટના પોલીસકર્મીઓની ખાનગી કારને અકસ્માત નડતા એક પોલીસકર્મીનું મોત નિપજ્યુ હતું
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેરોલ જંપ કરી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડવા સુરત આવી હતી અને તેઓ આરોપીને પકડી પરત રાજકોટ જઈ રહ્યા હતા એ દરમિયાન સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર 48 પર પાછળ ચાલતા ટેમ્પાએ કારને ટક્કર મારી હતી જેના પગલે કાર આગળ ચાલતી ટ્રકમાં ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મી અને આરોપીને ઈજા પહોંચતા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતમાં પોલીસકર્મીઓની ખાનગી કાર બે વાહનો વચ્ચે સેન્ડવીચ બની ગઈ હતી.બનાવની જાણ થતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોચી અકસ્માતગ્રસ્ત કારને ક્રેઇનની મદદથી બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories