Connect Gujarat
સુરત 

સુરત : મેયરના નવા બંગલા માટે રૂ. 2.50 લાખના વાસણોની ખરીદી કરી હોવાના AAPના આક્ષેપ…

સુરત મહાનગરપાલિકાના મેયર માટે કરોડો રૂપિયાનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે.

X

સુરત મહાનગરપાલિકાના મેયર માટે કરોડો રૂપિયાનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં આશ્ચર્યજનક બાબત સામે આવી છે કે, મોંઘાદાટ બંગલાના રસોડા માટે 2.50 લાખ રૂપિયાના વાસણો ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

સુરત પાલિકાના સત્તાધીશો પોતાના માટેની સુવિધા કરોડો રૂપિયાના ખર્ચે કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સુરત કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ હોવાની સ્થિતિ શાસક અને વિપક્ષ બન્ને સારી રીતે જાણે છે. આવી સ્થિતિમાં પણ શાસકો પોતાના માટેની સુવિધામાં કોઈપણ પ્રકારની કસર નથી કરી રહ્યા પછી તે મોંઘીદાટ નવી નક્કોર કાર ખરીદવાની વાત હોય કે, પછી કોર્પોરેટરોને મોંઘા લેપટોપ આપવાની વાત હોય. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે જણાવ્યું હતું કે, સુરત મેયરના કરોડો રૂપિયાના બંગલોમાં રસોડા માટે લાખો રૂપિયાના વાસણોની ખરીદી કરવામાં આવી છે, તેને લઈને પણ હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. જોકે, આશ્ચર્યજનક બાબત તો એ છે કે, રૂપિયા 2.50 લાખના વાસણોની ખરીદી કરવામાં આવી છે, તો તો તેના માટે ટેન્ડરિંગ કરવું જોઈએ. પરંતુ ટેન્ડરિંગ કર્યા વગર જ સામાન ખરીદવામાં આવ્યો છે. આ મામલે મેયરે જણાવ્યું હતું કે, રૂપિયા 2.50 લાખના વાસણોની ખરીદી કરવામાં આવી છે. પરંતુ તે ખરીદી અત્યારની નથી, જ્યારે આ બંગલો બન્યો હતો, ત્યારે જ ખરીદી કરવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિ પોતાના નવા મકાનમાં રહેવા જાય તો નવું ફર્નિચર અને વાસણોની જરૂરિયાત પ્રમાણે ખરીદી કરે છે. તેમ મેયરના નવા બંગલા માટે પણ તમામ વસ્તુની ખરીદી કરવામાં આવી છે. જેથી આ મામલે કઈ ખોટું થયું નથી અને અત્યારે આ પ્રશ્ન ઊભો કરવાનો કોઈ મતલબ નથી તેમ મેયરે જણાવ્યુ હતું.

Next Story