PM મોદીને અનોખી ભેટ : સુરતના ડાયમંડ વેપારીઓએ 40 કેરેટના લેબગ્રોન ડાયમંડ પર કંડાર્યો PM મોદીનો ચહેરો...

સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડે PM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે.

New Update

તાપી નદીના કિનારે વસેલું સુરત ટેક્સટાઇલ સીટી અને ડાયમંડ સિટીના નામથી ઓળખાય છેત્યારે સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડેPM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે.

ડાયમંડ સિટી સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ ઉપહારો ભેટમાં આપવા માટે લોકો કઈને કંઈ નવું કરતા હોય છે. અગાઉ સુરતના એક વ્યક્તિ દ્વારા ડાયમંડથી બનેલું પોર્ટ્રેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવ્યું હતુંત્યારે હવે સુરતના હીરાના વેપારીએ ડાયમંડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર બનાવ્યું છે. અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે ગ્રીન ડાયમંડ ભેટમાં આપવામાં આવ્યોત્યારે સુરતના કિરણ સુથાર નામના ડાયમંડ વેપારીને વિચાર આવ્યો કેતેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રકારનો એક ડાયમંડ ભેટમાં આપવો છે. પરંતુ આ ડાયમંડની કિંમત કોઈપણ ન આંકી શકે તે પ્રકારે અનોખી ભેટ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે.

ત્યારબાદ હીરા વેપારી કિરણ સુથારપંકજ ઢોલરીયા અને નવરસ ઢોલરીયાએ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર જPM મોદીનો ચહેરો કંડારીને ડાયમંડ તૈયાર કર્યો છે. ડાયમંડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો લેસર વડે ક્રિએટ કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કેસૌપ્રથમ 40 કેરેટનો લેબગ્રોન ડાયમંડ આ કામ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. પરંતુ લેસર ડ્રોઈંગ દરમિયાન 3 વખત ડાયમંડ બ્રેક થઈ ગયો હતોઅને આના જ કારણે 3 વખત ડાયમંડને પોલિસિંગ કરવો પડ્યો હતોઅને તેના જ કારણે ડાયમંડનું વજન પણ ઓછું થઈ ગયું. 40 કેરેટના લેબગ્રોન ડાયમંડમાંથી પ્રોસેસ બાદ 8 કેરેટનો ડાયમંડ તૈયાર થયો. જોકે3 વખત ડાયમંડ બ્રેક થયો હતોજેને લઈને વેપારીઓને 75 હજારની નુકશાની પણ થઈ હતી. કારણ કેએક વખત ડાયમંડને પોલિશિંગ કરવા માટે 25 હજાર જેટલો ખર્ચ થાય છેઅને આમ ત્રણ વખત આ ડાયમંડ લેસર ડ્રોઈંગ દરમિયાન બ્રેક થતા ફરી પોલિસિંગ કરવો પડ્યો હતો. તો બીજી તરફડાયમંડ તૈયાર કરવા માટે 12થી 15 જેટલા રત્ન કલાકારો દ્વારા મહેનત કરવામાં આવી રહી હતીઅને 25થી 30 દિવસની મહેનત બાદ આ ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.

Read the Next Article

સુરત : સરથાણા પોલીસ સ્ટેશનના PSIને ACBએ રૂપિયા 40,000ની લાંચ લેતા રંગેહાથ દબોચી લીધા

સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા.

New Update
  • ACBના હાથે ઝડપાયા લાંચિયાPSI

  • ACBની સફળ ટ્રેપથી પોલીસબેડામાં ખળભળાટ  

  • સરથાણા પો.સ્ટે.નાPSI લાંચ લેતા ઝડપાયા

  • ફરિયાદી પાસે રૂપિયા 40 હજારની માંગી હતી લાંચ

  • આરોપીને માર ન મારવા માટે માંગી હતી લાંચ

સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાંPSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા. બનાવને પગલે પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

સુરત સરથાણા પોલીસ સ્ટેશનમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા (ACB) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.જેમાં પોલીસ મથકનાPSI એમ.જી. લીંબોલાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા.PSI લીંબોલાએ એક ગુનાના આરોપીઓને મારવા ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે રૂપિયા 40 હજારની લાંચની માંગણી કરી હતી.પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતાPSIનેACBએ રંગે હાથ પકડી પાડ્યો હતો.

આ ઘટનામાં ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસPSI એમ. જી. લીંબોલા કરી રહ્યા હતા.તપાસ દરમિયાન, PSI લીંબોલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસે રૂપિયા 40 હજારની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંતACBનો સંપર્ક કર્યો હતો.ACBએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું હતું.અને 6 ઓગસ્ટ2025ના રોજસરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.આ ટ્રેપ દરમિયાનPSI લીંબોલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને 40 હજારની લાંચ સ્વીકારી હતી. આ જ સમયેACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

ACB દ્વારા આરોપીPSI એમ.જી.લીંબોલાને ડિટેઇન કરવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ ઓપરેશનમાં ભરૂચACBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.શિંદે અને વડોદરા ગ્રામ્યACBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.જે.ચૌહાણ તથા તેમની ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝનACB, વડોદરા એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Read the Next Article

સુરત : ડુપ્લીકેટ ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો,મસાલા,કોસ્મેટિક,ગુટખા બાદ બનાવટી ઓઇલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

સુરત પોલીસે ડુપ્લીકેટ એન્જીન ઓઈલના ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે.જેમાં પોલીસે ડુપ્લીકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ચાલવતા આરોપીને ઝડપી પાડ્યો..

New Update
  • ડાયમંડ સિટીમાં ડુપ્લીકેટની વધી ભરમાર

  • મસાલા,કોસ્મેટિક,ગુટખા બાદ ડુપ્લીકેટ ઓઇલ ઝડપાયું

  • LCBએ ડુપ્લીકેટ એન્જીન ઓઇલનો કર્યો પર્દાફાશ

  • પોલીસે કારખાનામાં રેડ કરીને આરોપીની કરી ધરપકડ

  • પોલીસે રૂ.6 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરત શહેરમાં ડુપ્લીકેટની ભરમાર જોવા મળી રહી છે,મસાલા,કોસ્મેટિક,ગુટખા બાદ હવે બનાવટી એન્જીન ઓઈલના ઉત્પાદનનો પર્દાફાશ એલસીબીની ટીમે કર્યો છે.અને આ કારખાનું ચલાવતા એક ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે.

સુરત શહેર દેશમાં સ્વચ્છ શહેરની યાદીમાં આવ્યું છે,અને ડાયમંડ નગરી વૈશ્વિક સ્તર પર પણ ખ્યાતિ પામી છે,સાથે સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે પોલીસ તંત્ર પણ સમય સાથે અપડેટ થયું છે,પરંતુ તેમ છતાં ગુનાખોરી ઘટવાનું નામ નથી લેતી! તો બીજી તરફ ભેજાબાજો દ્વારા પણ બનાવટી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરીને માર્કેટમાં તેનું ઓરીજનલ તરીકે વેચાણ કરીને અર્થતંત્રને ખોખલું કરવાની પેરવી પણ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં જ ખાદ્ય મસાલા,કોસ્મેટિક,ગુટખા સહિતની ચીજવસ્તુઓનું ડુપ્લીકેટ ઉત્પાદન અને વેચાણનું કૌભાંડ ઝડપાયું હતું,ત્યાં જ શહેર ઝોન 1 એલસીબી પોલીસે ડુપ્લીકેટ એન્જીન ઓઈલના ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે.જેમાં પોલીસે ડુપ્લીકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ચાલવતા આરોપી નવનીત જસમતભાઈ ઠુમ્મરને ઝડપી પાડ્યો છે.અનેપોલીસે આરોપી પાસેથી જુદી-જુદી કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઇલ સહિત કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી છેલ્લા 1 વર્ષથી ડુપ્લીકેટઓઈલનું કારખાનું ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.