PM મોદીને અનોખી ભેટ : સુરતના ડાયમંડ વેપારીઓએ 40 કેરેટના લેબગ્રોન ડાયમંડ પર કંડાર્યો PM મોદીનો ચહેરો...

સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડે PM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે.

New Update

તાપી નદીના કિનારે વસેલું સુરત ટેક્સટાઇલ સીટી અને ડાયમંડ સિટીના નામથી ઓળખાય છેત્યારે સુરતના ડાયમંડ વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર લેસર વડે PM મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે.

ડાયમંડ સિટી સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ ઉપહારો ભેટમાં આપવા માટે લોકો કઈને કંઈ નવું કરતા હોય છે. અગાઉ સુરતના એક વ્યક્તિ દ્વારા ડાયમંડથી બનેલું પોર્ટ્રેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવ્યું હતુંત્યારે હવે સુરતના હીરાના વેપારીએ ડાયમંડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર બનાવ્યું છે. અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે ગ્રીન ડાયમંડ ભેટમાં આપવામાં આવ્યોત્યારે સુરતના કિરણ સુથાર નામના ડાયમંડ વેપારીને વિચાર આવ્યો કેતેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રકારનો એક ડાયમંડ ભેટમાં આપવો છે. પરંતુ આ ડાયમંડની કિંમત કોઈપણ ન આંકી શકે તે પ્રકારે અનોખી ભેટ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે.

ત્યારબાદ હીરા વેપારી કિરણ સુથારપંકજ ઢોલરીયા અને નવરસ ઢોલરીયાએ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ પર જ PM મોદીનો ચહેરો કંડારીને ડાયમંડ તૈયાર કર્યો છે. ડાયમંડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો લેસર વડે ક્રિએટ કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કેસૌપ્રથમ 40 કેરેટનો લેબગ્રોન ડાયમંડ આ કામ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. પરંતુ લેસર ડ્રોઈંગ દરમિયાન 3 વખત ડાયમંડ બ્રેક થઈ ગયો હતોઅને આના જ કારણે 3 વખત ડાયમંડને પોલિસિંગ કરવો પડ્યો હતોઅને તેના જ કારણે ડાયમંડનું વજન પણ ઓછું થઈ ગયું. 40 કેરેટના લેબગ્રોન ડાયમંડમાંથી પ્રોસેસ બાદ 8 કેરેટનો ડાયમંડ તૈયાર થયો. જોકે3 વખત ડાયમંડ બ્રેક થયો હતોજેને લઈને વેપારીઓને 75 હજારની નુકશાની પણ થઈ હતી. કારણ કેએક વખત ડાયમંડને પોલિશિંગ કરવા માટે 25 હજાર જેટલો ખર્ચ થાય છેઅને આમ ત્રણ વખત આ ડાયમંડ લેસર ડ્રોઈંગ દરમિયાન બ્રેક થતા ફરી પોલિસિંગ કરવો પડ્યો હતો. તો બીજી તરફડાયમંડ તૈયાર કરવા માટે 12થી 15 જેટલા રત્ન કલાકારો દ્વારા મહેનત કરવામાં આવી રહી હતીઅને 25થી 30 દિવસની મહેનત બાદ આ ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.

#Gujarat #CGNews #PM Modi #Narendra Modi #face #Surat #Diamond #Merchant
Here are a few more articles:
Read the Next Article