-
ગુજરાત પોલીસના પરિપત્રની અસર
-
VNSGU દ્વારા કરાયો નવતર પ્રયોગ
-
વિદ્યાર્થીઓમાં હેલ્મેટ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ
-
પ્લે કાર્ડ દ્વારા હેલ્મટનું મહત્વ સમજાવવામાં આવ્યું
-
કુલપતિએ પણ કરી વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવાની વિનંતી
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.અને યુનિવર્સિટીના ગેટ પર હેલ્મેટ અંગેના સ્લોગન સાથે વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા હેલ્મેટ સહિત ટ્રાફિક સુરક્ષા અંગે જરૂરી એક્શન લેવા માટે પોલીસ વિભાગને સૂચન કરવામાં આવ્યું હતું,અને ત્યારબાદ રાજયના પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીઓને હેલ્મેટ અંગેનો પરિપત્ર પાઠવવામાં આવ્યો હતો.જે અનુસંધાને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.જેમાં VNSGUના ગેટ પર કુલપતિ,રજિસ્ટ્રાર તેમજ સિક્યુરીટી ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા સુરક્ષા તેમજ હેલ્મેટ અંગેના સ્લોગન સાથે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યો હતો,જેમાં ટુ વ્હીલર લઈને આવતા યુવક અને યુવતીઓને પ્લે કાર્ડ બતાવીને હેલ્મેટના મહત્વ અંગે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જો વિદ્યાર્થીઓ વહેલી તકે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો આવનાર સમયમાં RTO દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ કુલપતિએ જણાવ્યું હતું.