-
મહિલા પોલીસકર્મીના આપઘાતથી ચકચાર
-
પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા હતા
-
ઘરે ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત
-
મૃતકે આપઘાત પહેલા લખી અંતિમ ચિઠ્ઠી
-
પોલીસે સુસાઈડ નોટ કબજે લઈને તપાસ કરી શરૂ
સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે.આપઘાત પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠી પોલીસે કબજે લઈને તપાસ શરૂ કરી છે.
સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતી શેતલ ચૌધરીએ પોતાના ઘરે એકલતાનો લાભ લઈને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકની એક અંતિમ ચિઠ્ઠી પણ પોલીસે કબજે લીધી હતી.જેમાં લખ્યું છે કે 'જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ હવે ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી.' સુરત પોલીસે મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. સાથે આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.
મૃતક શેતલ ચૌધરી છેલ્લા આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. હાલ તેઓ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા. તેમના બહેન કાજલ ચૌધરીએ કહ્યું હતું કે, હું લાઈબ્રેરીમાં વાંચવા માટે ગઈ હતી. રાત્રે ઘરે પરત ફરી તો મને આ સમાચાર મળ્યા હતા.શેતલ પોતાના કામ પ્રત્યે ખૂબ ગંભીર હતી.