લિંબાયતમાં સગીરા બની દુષ્કર્મનો ભોગ
બનેવીએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
યુવતી ગર્ભવતી બનતા ઘટના પ્રકાશમાં આવી
સગીરાને 5 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું
પોલીસે નરાધમ આરોપીની કરી ધરપકડ
સુરતના લિંબાયત વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં બનેવે સગીરવયની સાળીને દુષ્કર્મો શિકાર બનાવી હતી,અને યુવતી ગર્ભવતી બનતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી,પોલીસે હાલ નરાધમ જીજાની ધરપકડ કરી છે.
સુરતના લિંબાયતની 17 વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેમાં સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. સગીરાને પેટમાં દુખાવો થતા તેણીને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવતા બનેવીનો ભાંડો ફૂટી ગયો હતો.
સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે પોસ્કો અને રેપની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. વધુમાં 17 વર્ષની સગીરાની તેની માતા અને આરોપી બનેવી સાથે હોસ્પિટલ ગયા હતા.જ્યાં તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સગીરાની પૂછપરછમાં આરોપી બનેવીનું નામ સામે આવતા તેની ધરપકડ કરાઇ હતી.