દીપડાને કેદની સજા..! : સુરત-માંડવીથી પકડાયેલ દીપડો ઝંખવાવ રિહેબિલિટેશન સેન્ટરમાં “પ્રથમ કેદી” બન્યો…

સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે, જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે

New Update
  • દ. ગુજરાતના ઝંખવાવમાં પ્રથમ રિહેબિલિટેશન સેન્ટર તૈયાર

  • ગત 6 મહિનામાં માનવ ઉપર દીપડાના હુમલાની 3 ઘટનાઓ

  • દીપડાના હુમલાની 3 ત્રણેય ઘટનામાં 3 લોકોના થયા છે મોત

  • પુનર્વસન કેન્દ્રમાં માનવભક્ષી દીપડાઓને મોકલવામાં આવતા

  • પકડાયેલ દીપડો ઝંખવાવ રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી

સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છેજ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છેત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે. તેવામાં હવે આ દીપડો એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન રિહેબિલિટેશન સેન્ટરમાં જ પસાર કરશે.

સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે. પરંતુ સુરતમાં એક માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ છે. સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યા 150 પર પહોંચી ગઈ છે. 6 મહિનામાં માનવ પર હુમલાની 3 ઘટના સામે આવી છેજેમાં ત્રણેય વ્યક્તિનું મોત નીપજ્યું છેજ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છેત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે. અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા. પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઝંખવાવ હિંસક પ્રાણીઓ માટે પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છેઅને આ પુનર્વસન કેન્દ્રમાં હાલમાં જ માંડવીમાં પકડાયેલો દીપડો પ્રથમ કેદી બન્યો છે.

હવે પછીની આખી જિંદગી આ દીપડો રિહેબિલિટેશન સેન્ટરમાં વીતાવશે. સમગ્ર મામલે સુરતDCF આનંદ કુમારે જણાવ્યું હતું કેદક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતા દીપડા શિકારની શોધમાં માનવ વસાહટ નજીક આવી રહ્યા છે. ભેંસડુક્કરવાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલા કરવા સાથે દીપડા ઘણી વખત માનવી ઉપર પણ હુમલો કરી દે છે. માનવી પર હુમલો કરવાના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાઈ તો તેને રિહેલિટિબેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. પહેલાં દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી દીપડાઓને વડોદરા ખાતે મોકલાતા હતા. પરંતુ હવે સુરતના માંડવી સ્થિત ઝંખવાવમાં રૂ. 1.50 કરોડના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે.

Read the Next Article

સુરત : શહેર ભવ્ય તિરંગા યાત્રામાં તરબોળ, "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની" થીમ પર હજારો લોકો ઉમટ્યા

દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું

New Update
  • ભવ્ય તિરંગા યાત્રાનું કરાયું આયોજન

  • યાત્રામાં હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતાની થીમ

  • 1.8 કિ.મી લાંબા રૂટને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો

  • કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રીએ યાત્રાનું કરાયું પ્રસ્થાન

  • હાથમાં તિરંગો લઈને નાગરિકો જોડાયા યાત્રામાં  

સુરત શહેરના વાય જંક્શનથી આર.આર.મોલ સુધી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું.આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતાજેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા હર ઘર તિરંગાહર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતોજેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો.

તિરંગાયાત્રાનો શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાએ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદોના કુટુંબીજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.