'નમો યુવા રન' : નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સુરતમાં 3.6 KMની દોડમાં 10 હજાર દોડવીરો દોડ્યા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે "નશામુક્ત ભારત"ના સંકલ્પ સાથે સુરત સહિત દેશભરના 75 સ્થળોએ એકસાથે 'નમો યુવા રન'નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • યુવાપેઢીને નશાના દૂષણમાંથી બહાર લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય

  • નશામુક્ત ભારતના સંકલ્પ સાથે 'નમો યુવા રન'નું આયોજન

  • દોડવીરોએ 'ફિટ ઈન્ડિયા', 'ખેલો ઈન્ડિયા'નો સંદેશો ફેલાવ્યો

  • 3.6 કિલોમીટરની દોડમાં 10 હજારથી વધુ દોડવીરો જોડાયા

  • દેશના 75 સ્થળોએ લાખો યુવાનોએ ભાગ લઈ રેકોર્ડ બનાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે "નશામુક્ત ભારત"ના સંકલ્પ સાથે સુરત સહિત દેશભરના 75 સ્થળોએ એકસાથે 'નમો યુવા રન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં લાખો યુવાનોએ ભાગ લઈને એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

આજની યુવાપેઢીને નશાના દૂષણમાંથી બહાર લાવી સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે દેશભરમાં 'નમો યુવા રન'નું આયોજન કરવામાં આવ્યું હતુંત્યારે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના મુખ્ય ગેટથી શરૂ થયેલી 3.6 કિલોમીટરની આ દોડમાં 10 હજારથી વધુ સ્પર્ધકો જોડાયા હતા. સ્પર્ધકોએ 'નમો યુવા રન'ની ટી-શર્ટ પહેરી 'ફિટ ઈન્ડિયાઅને 'ખેલો ઈન્ડિયા'નો સંદેશો પણ ફેલાવ્યો હતો.

આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજવાય રહેલા "નમો સેવા પખવાડિયા"નો એક ભાગ છે. આ મેરેથોન દ્વારા માત્ર એક વિશ્વ રેકોર્ડ જ નથી બન્યોપરંતુ યુવાનોમાં દેશ અને સમાજ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના પણ જગાડવામાં આવી છે. આ મેરેથોનમાં શાળાકોલેજોસામાજિક સંસ્થાઓસમાજના વિવિધ ક્ષેત્રના લોકો અને રાજકીય નેતાઓ સહિતના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Latest Stories